GSTV
Trending Videos Viral Videos

Oh My God/ વેન્ડરે બનાવી ડ્રેગન ફ્રૂટ ચા, જોઈને તમે પણ કહેશો કેમ કરો છો આવો અત્યાચાર ?

સોશિયલ પર આજકાલ ખાવા પીવાની વસ્તુઓ સાથે થતો અત્યાચાર જોવા મળે છે. એમાંય ચાની તો વાત જ ન પૂછો. કોઇ રૂહ અફઝાથી ચા બનાવે છે, તો કોઇ કેળા અને ચીકુની ચા બનાવીને પીવે છે. પરંતુ હવે ચા સાથે જે અત્યાચાર થયો છે તેને નેટીજન્સ સહન કરી શકતા નથી. લોકોનો ગુસ્સો સાતમાં આસમાન પર પહોંચી ગયો છે.

ચા

વાત જાણે એમ છે કે એક ચાવાળા ભાઇએ ડ્રેગન ફ્રૂટથી ચા બનાવી છે, જેની વીડિયો રેસિપી જોઇને નેટીજન્સ ભડકી રહ્યા છે. લોકો કહે છે કે ભાઈ એક કામ કરો હવે આ ચામાં થોડું ઝેર પણ ઉમેરી દો.

તમે આદૂ, ઇલાઇચી અને મસાલાવાળી ચા તો બહુ પીધી હશે પરંતુ શું તમે ક્યારેય ડ્રેગન ફ્રૂટથી બનેલી ચા પીધી છે? જો નથી પીધી તો હવે જોઇ લો કે આ ચીજ કઇ રીતે બને છે. વાયરલ થયેલા વીડિયોમાં એક ચાવાળા ભાઈને કપમાં ગરમ ચા નાખતા જોઇ શકાય છે. આ પછી આ વ્યક્તિ ડ્રેગનફ્રૂટના પલ્પને ચામાં મિક્સ કરે છે. ત્યાર પછી એક ચમચી કંડેસ્ડ મિલ્ક નાખીને તેને સરખી રીતે મિક્સ કર્યા પછી લોકોને સર્વ કરે છે. આ વીડિયો બાંગ્લાદેશનો બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ ચાની રેસિપી જોઇને મગજ ચક્કર ખાઇ જાય છે.

અમને વિશ્વાસ છે કે આ વીડિયોને જોઇને તમે પણ માથું પકડી લીધું હશે અને વેન્ડરને ખરું ખોટું સંભળાવવાનું મન થયું હશે. એ વાત પણ છે કે કોઈપણ પોતાની મનપસંદ ચીજ માટે આ રીતની ગડબડ સહન કરશે નહિ.

READ ALSO

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV