GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

VIDEO : કિંજલ દવે અને કિર્તીદાન ગઢવી પર પૈસાનો થયો વરસાદ, રકમ જાણી ચોંકી જશો

સુરતના હજીરામાં આયોજિત એક કાર્યક્રમમાં કિંજલ દવેના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો છે. કિંજલ દવેએ કાર્યક્રમમાં રમઝટ બોલાવતા તેને સાંભળનારા લોકો વરસી પડ્યા હતા. બીજી તરફ નવસારીના વાંઝણા ગામે આયોજિત ડાયરામાં પણ રૂપિયાનો વરસાદ થયો હોવાના અહેવાલો છે. વાંઝણા ગામે કિર્તિદાન  ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમા એક અંદાજે વીસ લાખ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં કિર્તીદાન ગઢવીએ લોક ગીતની રમઝટ પણ બોલાવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, ડાયરામાં કિર્તીદાન પર રૂપિયાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

ચાર ચાર બંગડીએ કિંજલ દવેને ગુજરાતમાં ફેમસ કરી દીધી

કિંજલ દવે ગુજરાતી ગાયિકા છે, જે એના ગીતો “ઓ સાયબા”, “ગો ગો મારો ગોમ ધની”, “ચાર બંગડી વાળી ઓડી” અને “સાંઢણી મારી” વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઇ છે. તેમના ગીતો યુટ્યુબ પર ૧૦ લાખથી વધારે વાર જોવાયેલા છે. ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેને એવું કોઈ નહીં હોયો જે તેણે નહીં ઓળખતુ હોય. લગ્ન પ્રસંગે કે ગરબામાં કિંજલનું ચાર ચાર બંગડી વાળું ગીત તો વાગતું જ હોય છે. આ ગીતની લોકપ્રિયતાને લીધે આજે કિંજલ દવે ગુજરાતમાં ફેમસ થઈ ગઈ છે. જેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હવે લોકો ઉમટી રહ્યાં છે.

રૂપિયાનો વરસાદ કરતો કલાકાર

કિર્તીદાન ગઢવી લોકસંગીતની દુનિયામાં એક પ્રખ્યાત નામ છે, જે તમામ વયજૂથના સમકાલીન લોકોમાં એક પ્રિય કલાકાર બની ગયા છે, ભજન, લોકગીતો અને શાસ્ત્રીય સંગીતમાં ઊંડાણપૂર્વકની પકડ અને તેમના ઘનિષ્ઠ જ્ઞાને  ગાયનની દુનિયામાં તેમની અનન્ય છબી બનાવી છે. કિર્તીદાનનો ડાયરો હોય અને લોકોની ભાડ ના થાય તેવું અાજદીન સુધી બન્યું નથી. ગુજરાતમાં આ કલાકાર પર હંમેશાં રૂપિયાનો વરસાદ થાય છે.

Related posts

…તો આઈપીએલનો ભારતમાં થઈ શકે છે બહિષ્કાર, સંઘે આપી આ ધમકી

Karan

શિવરાજસિંહની હોસ્પિટલમાંથી ઘરે જવાની મનની મનમાં રહી ગઈ, ફરી આવ્યા ખરાબ સમાચાર

Karan

સોમનાથમાં દર્શનાર્થીઓ હવે ધાર્મિકતા સાથે પ્રાચીનતાના પણ થશે દર્શન, ત્રીજી સદીની બૌધ ગુફાઓને દર્શનીય સ્થળ બનાવાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!