GSTV
Home » News » VIDEO: બીજાની હત્યા કરવાને બદલે આપણા વડા પ્રધાન મોદીને જ ગોળી મારીને ઉડાવી દો, હું ખૂબ જ ખુશ થઈશ

VIDEO: બીજાની હત્યા કરવાને બદલે આપણા વડા પ્રધાન મોદીને જ ગોળી મારીને ઉડાવી દો, હું ખૂબ જ ખુશ થઈશ

india boycott pak national day

કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય બેલુર ગોપાલક્રૃષ્ણનો એક મહિના પહેલાનો વિડિયો વિવાદનું કારણ બની ગયો છે. જે કર્ણાટકમાં વાયરલ થયો હતો. આ વિડિયોમાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi )ને શૂટ કરીને ગોળીથી ઉડાવી દેવાની વાત કરી છે. વીડિયોનાં અનુસાર ગોપાલક્રૃષ્ણે કહ્યું, ‘મારા પ્રિય મિત્રો જે લોકો (ચરમ દક્ષિણપંથી) આજે નથુરામ ગોડસેની તરફેણ કરે છે તે દેશમાં ન રહેવું જોઈએ.

આ લોકો દેશની લોકશાહીને મારવા માટે પગલાં લેશે. જો તમારામાં હિમત હોય તો બીજા કોઈની હત્યા કરવાને બદલે આપણા વડા પ્રધાન મોદીને જ ગોળી મારીને ઉડાવી દો, હું ખૂબ જ ખુશ થઈશ. “કર્ણાટક ભાજપે આ વિડિયો તેના Twitter પર પોસ્ટ કરી કૉંગ્રેસ નેતા સામે કાર્યવાહીની માંગ કરી છે.

માહિતી અનુસાર ગોપાલક્રૃષ્ણે 4 ફેબ્રુઆરીએ એક કાર્યક્રમમાં તેણે કથિત રીતે વડા પ્રધાનને ગોળી મારવાની વાત કરી હતી. આ કાર્યક્રમ હિન્દુ મહાસભાના નેતા પૂજા શકુન પાંડેએ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેના સન્માનનાં વિરોધમાં યોજાયો હતો.

નોંધનીય છે કે 31 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીના અવસાન પછી બીજા દિવસે પાંડેએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં તેમની મૂર્તિ પર ટોય ગનથી ગોળી મારી હતી અને આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવ્યો હતો.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 131 અરજી દાખલ, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Ankita Trada

અમદાવાદમાં જ લોકોને મળશે તાજી હવા, ભવિષ્યમાં આ વિસ્તારમાં તૈયાર થશે મીની જંગલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!