GSTV
Home » News » VIDEO: ભારતનાં ખેલાડીઓએ આ રીતે ડાન્સ કરીને જીતની ખુશી વ્યક્ત કરી

VIDEO: ભારતનાં ખેલાડીઓએ આ રીતે ડાન્સ કરીને જીતની ખુશી વ્યક્ત કરી

ભારતને છેલ્લા છ બોલમાં સાત રનની જરૂર હતી, પરંતુ ધોનીએ ઓવરના પ્રથમ બોલમાં જ છક્કો ફટકાર્યો હતો. અને તેની સાથે તેની અડધી સદી પણ પૂર્ણ થઈ. મેચની ઔપચારિકતાને પછીના બોલ પર એક રન સાથે પૂર્ણ કરી. તેની સાથે ભારતે ત્રણ-મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી છે.

આ ખુશી વ્યક્ત કરવા માટે ભારતાં ખેલાડીઓ કંઈક આ રીતે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. તમે પણ જુઓ આ ડાન્સ.

શ્રેણીનો ત્રીજો મેચ હજી થવાવો બાકી છે. ધોની અને કાર્તિકની જોડીએ 47મી ઓવરમાં 9 રન માર્યા. પછી ભારતને 18 બોલમાં જીતવા માટે 25 રન બનાવવાનાં હતા. વિરાટ કોહલીએ પાંચ ચોક્કા અને બે છગ્ગાની મદદથી 108 બોલમાં સદી ફટકારી હતી. આ તેની 39મી અને ઑસ્ટ્રેલિયા સામે છઠ્ઠી સદી છે.

બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના 299 રનના પડકાર સામે ભારતે 43.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 242 રન બનાવી લીધા છે. ધોની 25 અને દિનેશ કાર્તિક એક રને રમતમાં છે. વિરાટે શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની 39મી સદી ફટકારી હતી. કોહલીએ 108 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી હતી. વિરાટ કોહલી 104 રન બનાવી રિચાર્ડસનની ઓવરમાં કેચ આઉટ થયો હતો.

READ ALSO

Related posts

અમેઠીની એક મહિલા પ્રધાનને સંસદનો પ્રવાસ કરાવ્યો સ્મૃતિ ઇરાનીએ

NIsha Patel

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur

બિહારમાં ભારે પુર બાદ અત્યાર સુધીમાં 92 લોકોના મોત, 67 લાખ લોકો અસરગ્રસ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!