રણવીરને ‘કપ્પુ કે જીજૂ’ કહીને બોલાવે છે દીપિકા, જુઓ VIDEO

આમતો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને ધણી વખત એક સાથે કપિલના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’માં જોવામાં મળ્યા છે. પરંતુ આ વખતે કપિલના શોના નવા સીઝનમાં દીપિકાના પતિ રણવીર સિંહ આવી રહ્યા છે. દીપિકા જ્યારે કપિલના શોમાં ગઈ છે ત્યારે કપિલ તેની સાથે હસી મજાક કરતો જોવા મળે છે. ગઈ વખતે કપિલના શોમાં દીપિકા રણવીર સાથે ગઈ હતી. પોતાની ફિલ્મ બાજીરાવ-મસ્તાનીના પ્રમોશન માટે પહોંચેલા રણવીર દીપિકાએ કપિલ સાથે ખૂબ મસ્તી કરી હતી.

હવે રણવીર અને દીપિકાના લગ્ન થઈ ચુક્યા છે. અને હવે શોમાં એવું બતાવવામાં આવ્યું છે કે દીપિકા રણવીરને ‘કપ્પુ કે જીજૂ’ કહીને બોલાવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે ગઈ વખતે દીપિકા કપિલના શોમાં ગઈ હતી ત્યારે તેણે કપિલને કપ્પુ કહીને બોલાવ્યો હતો. અને દીપિકાના આ રીતે બોલાવવા પર કપિલે તેને કહ્યું હતુ કે તે તેને આ રીતે જ બોલાવે તેને સારૂ લાગે છે.

લાંબી રાહ જોયા પછી આખરે કપિલ શર્માનો શો એકવાર ફરીથી નાના પડદે પાછો ફરી રહ્યો છે. શૉની ગઈ સીઝન કપિલ અને કોમેડિયન સુનીલ ગ્રૂવરના ઝઘડા પછી ખરાબ રીતે ક્રેશ થઈ ગઈ હતી. કપિલ અને સુનીલની જોડી ટૂટી ગઈ અને સાથે જ લાંબા સમયથી TRPમાં કપિલ શર્મા શોની બાદશાહત પણ સમાપ્ત થઈ ગઈ હતી.

બન્ને ફરી સાથે લાવવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પણ એક વાર કપિલ શર્માથી અલગ થઈ ગયા બાદ સુનીલે ફરી પાછુ આવવા માટે હા ન કરી. શોના દર્શકો કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર આમ બન્ને ગ્રપમાં વિભાજિત થઈ ગયા. અને છેલ્લે મેકર્સને આ શો બંધ કરવાની ફરજ પડી. બીજી તરફ કપિલ ડિપ્રેસનમાં હતો અને તેથી જ તે લાંબા સમય સુધી બ્રેક પર ગયો હતો.

લાંબા સમય સમય પછી તે એક વખત ફરીથી નાના પડદા પર પાછો ફરી રહ્યો છે. અને તે પણ પોતાની એટ ટીમ સાથે જેની સાથે તેણે આ સફરની શરૂઆત કરી હતી. ચંદન પ્રભાકર, ભારતી સિંહ, કિક્કુ શારદા અને ક્રિષ્ના અભિષેક જેવા કોમિડી સ્ટાર્સ સાથે કપિલ પાછો ફરવા માટે તૈયાર છે. સુપરસ્ટાર સલમાન ખાન તેમના આ શોનું પ્રોડક્શન કરી રહ્યા છે અને શોની શરૂઆત પહેલા જ તેઓએ ટ્વિટ કર્યું છે.

આ ટ્વીટ્માં સલમાન ને કપિલ શર્માના શોનું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું છે, “આ વિકેન્ડની વાત જ અલગ છે. કારણ કે તમારી સાથે હશે કપિલ શર્મા. મસ્તી અને મનોરંજનથી ભરેલો ધ કપિલ શર્મા શો જુઓ આજેથી દર શનિવાર-રવિવાર રાત્રે 9:30 વાગ્યે. આજે રાતે શોનો પ્રથમ એપિસોડ પ્રસારિત કરવામાં આવશે જેમાં ફિલ્મ સિમ્બાનીં સ્ટાર કાસ્ટ મસ્તી કરતી જોવા મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter