GSTV
Home » News » Video : દુશ્મનોના દાંત ખાટા કરતા વાર ન લાગે તેવું ભારતીય વાયુ સેનાનું શૌર્ય

Video : દુશ્મનોના દાંત ખાટા કરતા વાર ન લાગે તેવું ભારતીય વાયુ સેનાનું શૌર્ય

પ્રોક્ષીવોર લડતા પાકિસ્તાનને જો જવાબ આપવા માટે સરકાર આદેશ કરે તો ગણતરીના કલાકમાં જ સફાયો થઈ જાય તેવું ભારતીય વાયુ સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું. તો  આ પ્રદર્શનમાં કેટલાક એવા ફાયટર જેટ હતાં જે પસાર થાય તો સાયલેન્ટ રહે છે. અને દુશ્મનને ત્યારે જાણ થાય ત્યાં સુધીમાં તો તેની પોસ્ટ નેસ્તનાબુદ થઈ ગઈ હોય.

આ છે પોખરણ વાયુસેના રેન્જ યુનિટ. જેસલમેરના ચાંદન ગામ પાસે આવેલા પોખરણ વાયુ સેના રેન્જ યુનિટ પર વાયુસેનાના જવાનો દ્વારા શક્તિ પ્રદર્શન નો અદભૂત કાર્યક્રમ યોજાયો. જ્યાં તમે જોઇ શકો છો કે પલકારામાં વાયુસેનાનાનો કેવી રીતે લૉક કરેલા ટાર્ગેટને ચકનાચૂર કરી દે છે. આ દ્રશ્યોમાં દેખાઈ એ તો માત્ર ભારતીય વાયુસેનાની શક્તિની એક ઝલક જ છે. જે બતાવે છે કે ભારત દેશ યુદ્ધ માટે કેટલો સક્ષમ છે. અને એટલે જ ભારતીય વાયુ સેના દ્વારા યોજવામાં આવતો શક્તિપ્રદર્શનનો આ કાર્યક્રમ ગર્ભિત રીતે દુશ્મન દેશોને ભારત દેશની અને વાયુ સેનાની તાકાત બતાવવા માટે યોજવામાં આવતો હોય છે. 

ભારતીય વાયુ સેના દર ત્રણ વર્ષે યુદ્ધાભ્યાસ કરીને વિશ્વને અને ખાસ કરીને પાડોશી દેશોને વાયુ શક્તિનો પરિચય કરાવે છે. ભારતીય વાયુ સેના પાસે કેટલાક ખાસ પ્રકારના ફાયટર જેટ છે. જે પળભરમાં દુશ્મનોના ટાર્ગેટ પોઈન્ટ પર હુમલો કરવાની શક્તિ ધરાવે છે. આ એવા ફાયટર જેટ છે જે હવામાં હોય ત્યારે માત્ર આકાશમાં રહેલા તારા જેટલું જ દેખાય છે. તો જ્યાંથી પસાર થાય ત્યાં તેનો અવાજ પણ સંભળાતો નથી. અને તેથી હુમલો કરે તેનો અંદાજ દુશમનને આવતો નથી. દુશ્મનને ખબર પડે ત્યાં સુધીમાં તો તેની પોસ્ટ સહિત બટાલીયન નેસ્તનાબુદ થઈ ગઈ હોય.

તો વાયુ સેના દ્વારા યોજવામાં આવેલા શક્તિ પ્રદર્શનમાં એવા તમામ હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું. જે સક્ષમ રીતે પાડોશી દેશો અવાર નવાર છમકલા કરતા રહે છે તેને નષ્ટ કરવા માટે ગણતરીના કલાકોની જ જરૂર છે.

WATCH ALSO

Related posts

કાજોલ-અજય દેવગન થી સલમાન ખાન સુધી દરેક સેલેબ્રીટી Tiktok પર રાજ કરે છે

Mayur

VIDEO : હૈદરાબાદની પ્રેસ કોન્ફરન્સમાં છુટ્ટા હાથની મારામારી, બચીને બહાર નીકળ્યા તો ત્યાં પણ લમધાર્યા

Arohi

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!