આઉટ થતા જ ક્રિકેટરને આવ્યો ગુસ્સો, બેટ ફટકારી ખુરશી તોડી

મેલબોર્નમાં મેલબોર્ન રેનેગડ્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાયેલી બિગબેશ લીગમાં રેનેગડ્સે 13 રન સાથે જીત નોંધાવીને બિગ બેશ જીતી લિધી હતી. આ મેચમાં કેપ્ટન આરોન ફિન્ચ પર બધાની નજર હતી. દુર્ભાગ્યવશ ફિન્ચ કોઈ ખાસ ચમત્કાર બતાવી શક્યા નથી. જેને લીધે માત્ર ફિન્ચ નહિ પરંતુ પુરી ટીમને અફસોસ થયો. જો કે આઉટ થયા બાદ ફિન્ચે ખુરશી પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.

રેનેગડ્સે પહેલા બેટીંગ કરીને 5 વિકેટનાં નુકસાન સાથે 145 રન બનાવ્યાં હતાં. આ દરમિયાન કેપ્ટન ફિન્ચ માત્ર 12 રન બનાવ્યા હતાં.છઠ્ઠી ઓવરનાં છેલ્લા બોલમાં કૈમરૂન વ્હાઈટ ક્રીઝ પર હતાં અને બીજી તરફ ફિન્ચ ઉભા હતાં.બોલ કેમરૂનનાં બેટ પર લાગીને વિકેટ પર લાગ્યો અને ફિન્ચ ક્રિઝની બહાર હોવાને કારણે આઉટ થઈ ગયા.

આઉટ થયા પછી ફિન્ચ જ્યારે પેવેલિયનમાં પરત ફર્યા ત્યારે ખુબ ગુસ્સે હતાં. જો કે તેમણે અન્ય કોઈ ખેલાડીને કાંઈ ન કહ્યું, પરંતુ ખુરશી પર રોષ ઠાલવ્યો. ગુસ્સો કરતા ફિન્ચે બેટ વડે ખુરશી તોડી નાંખી. તેઓ અજાણ હતાં કે કેમેરો તેમની તરફ ચાલું છે. ત્યારબાદ સોશ્યલ મીડિયામાં વિડીયો ઝડપથી વાયરલ થયો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter