રાજીવ ખંડેલવાલ ટીવી પર ચેટ શો જજબાત દ્વારા કમબેક કરવાના છે. આના પહેલા એપિસોડ માટે ટીવીની ફેવરેટ વહુ અને પોપ્યુલર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને આમંત્રિત કરી છે. 5મેના દિવસે શરૂ થવા જઈ રહેલા શોનો પ્રોમો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ એક્સ બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપની વાત શેર કરતા રોતી જોવા મળી રહી છે.
વીડિયોમાં દિવ્યાંકા પોતાના જીવનના ખરાબ સમયને યાદ કરી રહી છે. આ સમય તેના જીવનમાં ત્યારે આવ્યો હતો જયારે તેનું સરહદ મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયું હતું. એક્ટ્રેસ માટે બ્રેકઅપનો દર્દ એટલો ભયાનક હતો કે તેના વિશે વાત કરતા હાલમાં પણ તેની આંખોમાં અંશુ આવી ગયા હતા.
જયારે રાજીવે પૂછ્યું કે, ‘હાર્ટબ્રેકે દિવ્યાંકા પાસેથી શું છીનવી લીધું?’ આ વાત પર દિવ્યાંકા જવાબ આપે છે, ‘8 વર્ષ. તે સમયે એવું લાગતું હતું જાણે જીવનનો અંત આવી ગયો છે. હું અંધવિશ્વાસના લેવલ સુધી પહોચી ગઈ હતી. હું કદાચ પ્રેમ વગર ન રહી શકું.’ આ બાદ શોમાં દિવ્યાંકાના પતિની એન્ટ્રી થાય છે.
પ્રોમોમાં રાજીવ દિવ્યાંકાને પ્રેગનેન્ટ હોવા ને લઇને પણ સવાલ કરે છે. આ સવાલ પર દિવ્યાંકા ફક્ત હસી નાખે છે.
દિવ્યાંકાના બ્રેકઅપ પર ખબર જાણવા મળી રહી હતી કે દિવ્યાંકા શરદ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ શરદ તેના માટે તૈયાર ન હતા. આ ઉપરાંત બંને પોતાના કામના કારણે સમય પણ પસાર કરી શકતા ન હતા. દિવ્યાંકા અને શરદનું મુલાકાત 2004માં ‘ઝી સિને સ્ટાર્સની ખોજ’ના સેટ પર થઇ હતી. બંને એક સાથે ‘બનૂ મેં તેરી દુલ્હન’ સીરિયલમાં જોવા મળ્યા હતા.