GSTV
News World ટોપ સ્ટોરી

VIDEO : વિવાદાસ્પદ સલમાન રશદી પર તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો, હાલત ગંભીર

ન્યૂયોર્કમાં વિવાદાસ્પદ રહેલા સલમાન રશદી પર તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો છે. તેમની હાલત અત્યારે ગંભીર મનાઈ રહી છે. નોંધનીય છે કે, પોતાના લખાણો માટે હંમેશા વિવાદાસ્પદ રહેલા રશદીને વારંવાર મોતની ધમકીઓ મળેલી છે. ઈરાને તો તેમના વિરૃદ્ધ ફતવો પણ જાહેર કરેલો છે. હુમલો કરનારની પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે, શા માટે હુમલો કર્યો અથવા આ માટે કોઈએ મોકલ્યો હતો કે કેમ તે અંગે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.

શુક્રવારની સવારે લેક્ચર આપતા પહેલા CHQ 2022 કાર્યક્રમ માટે મંચ પર જતી વખતે લેખક પર જીવલેણ હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, સલમાન રશ્દીની બુક દ સૈટેનિક વર્સિઝ ઈરાનમાં 1988થી પ્રતિબંધ છે, કારણ કે કેટલાય મુસ્લિમો તેને ઈશનિંદા માને છે.

ઈરાને ભૂતકાળમાં સલમાન રશ્દીનું માથું વાઢે તેમને 30 લાખ ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. તેમનું પુસ્તક ધ સેતાનિક વર્સિસ 1988થી ઈરાનમાં પ્રતિબંધિત છે. આ હુમલામાં જોકે કોનો હાથ છે એ હજુ સ્પષ્ટ નથી થયું.

READ ALSO

Related posts

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda
GSTV