GSTV
Home » News » VIDEO: કૉંગ્રેસનો પવન ભાજપમાં ફૂંકાયો, કલર્સ ટીવી સમજીને કિરણ ખેરે સંસદમાં ટેલેન્ટ બતાવ્યું

VIDEO: કૉંગ્રેસનો પવન ભાજપમાં ફૂંકાયો, કલર્સ ટીવી સમજીને કિરણ ખેરે સંસદમાં ટેલેન્ટ બતાવ્યું

હજુ એ સમાચાર ટોપમાં છે કે રાહુલ ગાંધીએ સંસદમાં ફરીથી આંખ મારી છે. એવામા લાગી રહ્યું છે કે કૉંગ્રેસની આ હવા ભાજપ તરફ પણ ફૂંકાવા લાગી છે. કારણ કે એવું એટલા માટે કહેવું પડે છે કે હવે સંસદમાં ભાજપના નેતાઓ અજબ-ગજબ હરકતો કરે છે. જુઓ આ કિરણ ખેરની હરકતો. સંસદમાં ગંભીર ચર્ચાઓ વચ્ચે લોકો કૅમેરામાં વિચિત્ર-વિચિત્ર પ્રવૃત્તિઓ કરતા હોય છે.

કેટલીક વખત સંસદમાં કાર્યવાહી દરમિયાન કેટલાક નેતાઓ આંખ મારતા જોવામાં આવે છે અને ક્યારેક પેપરના પ્લેન ઉડાવતા જોવામાં આવે છે. તાજેતરમાં જ, સંસદમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો એક આંખ મારવાનો વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો. હવે ચંદીગઢના બીજેપી સાંસદ કિરણ ખેરનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વિચિત્ર હરકતો જોવા મળી રહી છે.

મંગળવારે લોકસભામાં આર્થિક રીતે નબળા લોકોને વધારાની 10% અનામતની જોગવાઈ પર 124મા સંવિધાન સંશોધન વિધેયક પર ચર્ચા થઈ રહી હતી, જે દરમિયાન સાંસદ કિરણ ખેર કે જે ચંદીગઢના સાંસદ છે તેની અજીબ અજીબ હરકતો સામે આવી હતી. આ વિડિઓમાં તેણી તેણીની સાડી બતાવતી હતી અને અગલ જ પ્રકારનાં સંકેતો બતાવતી હતી.

WATCH ALSO

Related posts

કે.સી.પટેલનું રિપોર્ટ કાર્ડ : મોદી લહેરમાં વિજયી બનેલા સાંસદે પોતાના વિસ્તારમાં શું કર્યું ?

Mayur

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

આ બેઠક પર કડવા પાટીદાર વચ્ચે જંગ વચ્ચે લોકસભામાં લોકો કોનું મોઢુ મીઠું કરાવશે

Alpesh karena