GSTV

WhatsApp ની જેમ હવે આ મેસેજિંગ એપમાં પણ કરી શકાશે વીડિયો કોલ! જાણો ફીચર્સની ખાસિયત

ઈંસ્ટેન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ને હવે Telegram પાસેથી મોટી ટક્કર મળવા લાગી છે. આ એપને પણ યૂઝર હવે ઝડપથી ડાઉનલોક કરવા લાગ્યા છે. ઘણા એડવાન્સ્ડ અને ઉપયોગી ફીચર હોવા છતા પણ આ પ્લેટફોર્મ પર અત્યાર સુધી Video Calling ની સુવિધા હતી નહી, પરંતુ હવે ટેલીગ્રામ યૂઝર્સ પણ વીડિયો કોલિંગ ફીચરનો લાભ ઉઠાવી શકશે. ટેલીગ્રામે વીડિયો કોલિંગ ફીચરને બીટા વર્ઝન 0.7 માં જાહેર કર્યુ હતુ. આ નવા વર્ઝનને ઈચ્છો તો, યૂઝર Microsoft ના એપ સેન્ટર પ્લેટફોર્મ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. યૂઝરસને અહીંયા પર વધુ એક વાતનું ધ્યાન રાખવુ પડશે કે, આ એપને રેગ્યુલર ટેલીગ્રામ એપની સાથે ઈંસ્ટોલ કરવાનું રહેશે.

હજુ પણ ચાલી રહી છે ટેસ્ટિંગ

તમને જણાવી દઈએ કે, વીડિયો કોલિંગ ફીચર હજુ ટેસ્ટિંગ ફેઝમાં જ છે, પરંતુ આ ફીચરને લોન્ચ કરવામાં આવશે તો WhatsApp, વાઈબર જેવી એપ્સને કડક ટક્કર મળશે. સામાન્ય રીતે તો, ટેલીગ્રામ પર WhatsApp ની જે વોયસ કોલની સુવિધા પહેલાથી જ હાજર છે, પરંતુ યુઝર આ પ્લેટફોર્મ પર વીડિયો કોલિંગ ફીચરને ખૂબ જ મિસ કરી રહ્યા છે, પરંતુ હવે તેને બીટા યૂઝર્સ માટે લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. જો તમે પણ આ ફીચરનો વપરાશ કરવા માગો છો તો, તમારે બીટા પ્રોગ્રામનો ભાગ બનવુ પડશે. ત્યારબાદ જેમ જ ઓથેંટિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તમે વીડિયો કોલ કરી શકશો.

ટેલિગ્રામના ખાસ ફીચર્સ

WhatsAppની જેમ જ આ પણ એક મેસેજિંગ પ્લેટફોર્મ છે. અહીંયા પર 2 લાખ લોકોનું જૂથ બનાવી શકાય છે અને યૂઝર પબ્લિક ચેનલ પણ અહીંયા બનાવી શકે છે. પબ્લિક ચેનલ તૈયાર કરવાનુ ફીચર તમને હાલમાં WhatsAppમાં મળતુ નથી. આ ફાઇલ, ફોટો, વીડિયો શેરિંગની બાબતમાં પણ ઉપયોગી છે. તેની મદદથી 1.5 GB સુધીની મોટી ફાઇલો શેર કરી શકાય છે. તે સિવાય તેમાં પાસ કોડ લોકની સાથે સૌથી ખાસ સેલ્ફ ડિસ્ટ્રીક્ટિંગ મેસેજની સુવિધા છે એટલે કે, તમારા દ્વારા મોકલવામાં આવેલ મેસેજ નક્કી સમય બાદ સ્વંયમ ડિલીટ થઈ જાય છે. જો કે, હવે આવી સુવિધા વ WhatsApp માં પણ શરૂ થવા જઇ રહી છે. અહીયા ગુપ્ત ચેટ એ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી લેસ છે એટલે કે તમારી વાત પૂર્ણ રીતે સેફ છે.

READ ALSO

Related posts

આજે પૃથ્વીની નજીકથી પસાર થશે મોટી ઉલ્કા, નાસાને સતાવી રહી છે આ મોટી ચિંતા

Dilip Patel

વિરાટ કોહલીને પીએમ મોદીનો સવાલ, યો-યો ટેસ્ટ શું છે …

Mansi Patel

મોટો ખુલાસો/ NCBની ઓફિસમાં જવાબ આપવા જાય તે પહેલા આવી મોટી ખબર, ડ્રગ્સ ચેટ ગ્રુપની એડમિન હતી દીપિકા પાદુકોણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!