GSTV
Home » News » VIDEO: ભાદરવાની ગરમીમાં લીંબુ સોડા પીવા આખલો દુકાનમાં પહોંચ્યો

VIDEO: ભાદરવાની ગરમીમાં લીંબુ સોડા પીવા આખલો દુકાનમાં પહોંચ્યો

ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. માથું ફાટી જાય તેવો તડકો પડે છે. ત્યારે સૌ કોઇને ઠંડાપીણા પીવાનું મન થાય છે. તો તેમાં આખલો કેવી રીતે પાછળ રહી જાય વાત છે કોડીનારમાં ન જાણે આખલાને શું સૂઝ્યુ કે મીરા કોલ્ડ્રીંકસ દુકાન પર આખલાની નજર પડી. દુકાનદાર તો એક મોબાઇલ ટેબલ પર મૂકીને બીજા ફોન પર વાત કરવામાં મસ્ત હતા. આ સમયે આખલાને અચાનક એવું તો સૂરાતન ચઢ્યુ કે લીંબુ સરબતના કાચના ગ્લાસના ઢીંક મારી આટલું ઓછું હોય તેમ ધીમેધીમે આ નાનકડી દુકાનમાં ઘૂસવાની કોશિષ કરી. પણ સ્થિતી એવી હતી કે મઢી સાંકડી અને બાવો પહોળો જેવી સ્થિતી હતી.

આખલાએ મીરા કોલ્ડ્રીંકસ નામની આ સાંકળી દુકાનમાં માથું તો ઘૂસાડી દીધુ પછી સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતી થઇ ન તો આખલો આગળ જઇ શકે તેમ હતો કે ન તો પાછળ, જોતજોતામાં ભૂરાટા થયેલા આખલાને જોઇને બહાદુર દુકાનદારો તો કૂદકો મારીને દુકાનની બહાર જ ઝંપલાવી દીધું. અને બાદમાં આખલાને થયું કે દુકાનદાર જો દુકાનની બહાર જતો રહે તો મારું દુકાનમાં શું કામ આખલાએ પણ દુકાનની બહાર જવાનો નિર્ધાર કર્યો અને આખલાએ દુકાનની બહાર જવા માટે મારેલો કૂદકો દુકાનદારને ખૂબજ નુકસાની સાબિત કરનારો કૂદકો બની ગયો હતો.

સરબતના કાચના ગ્લાસ સહિત પાન માવાનો થડો પણ આખલાએ ઉડાવી દીધો. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના કોઇએ કલ્પી પણ હોય તેવી ઘટના છે. ત્યારે કોડીનારમાં બનેલી આ ઘટનાએ અહીં રખડતા ઢોરનો કેવો કાળો કહેર છે તે વાતની પ્રતિતી કરાવી છે.

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!