GSTV

VIDEO: વડોદરામાં BMW કાર ચાલકે ભાઈ-બહેનને લીધા અડફેટે, જોઈને શ્વાસ ચડી જશે

વડોદરાના અલકાપુરીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે ત્રણ મોટર સાયકલ સવારને અડફેટે લીધા. એક મોટર સાયકલ બીએમડબ્લયુ કાર નીચે ઘૂસી ગઈ. વાહન ચાલકોને અડફેટે લીધા બાદ કાર થાંભલા સાથે અથડાઈ હતી. હિટ એન્ડ રનની ઘટનામાં ભાઈ-બહેનને ગંભીર ઈજા થઈ છે. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાઈક સવાર સાથે અન્ય એક કારને પણ અડફેટે આવી હતી. અકસ્માતના પગલે ભીડ એકત્ર થતા બીએમડબલ્યૂનો ચાલક ફરાર થયો હતો.

આ કાર મહેસાણાનો સમીર નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ઘાયલ થયેલી બહેનનું નામ જયશ્રીબેન કવૈયા લૉમાં અભ્યાસ કરે છે. અને ભાઈ આશિષ એન્જિનિયર છે. જેઓ ડભોઈ રોડ પાસે સોમા તળાવ વિસ્તારમાં રહેતા હોવાનું જણાયું છે. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પુરપાટ ઝડપે આવી રહેલી બીએમડબલ્યૂ કાર ચાલકની ટક્કરથી મોટર સાયકલ પર સવાર મહિલા સહિતના લોકો 10 ફૂટ જેટલા ઉછળ્યા હતા. જોકે, હિટ એન્ડ રનને અંજામ આપનાર શખ્સ કાર છોડીને ફરાર થયો છે.

Related posts

લો બોલો! ભાગેડું સાંડેસરા બંધુઓએ નાઈજીરિયન સરકાર સાથે કર્યા 4 હજાર કરોડના કરાર

pratik shah

જીવલેણ વાયરસ/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 85 હજાર કેસો આવ્યા સામે, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 63 લાખ નજીક

pratik shah

વેપારીઓએ હવે આજથી છૂટક મીઠાઈઓ પર લખવી પડશે એક્સપાઈરી ડેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!