Video : ભૂપેન્દ્રસિંહે શિક્ષકોની માગણી વિશે શું કહ્યું ? આ એક માગણીને કરી છે પૂર્ણ

સરકારે આકરા પાણીએ થયેલા શિક્ષકોને મનાવી લીધા છે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર સર્કીટ હાઉસમાં હડતાળિયા કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. શિક્ષણ સંઘના ત્રણ આગેવાનો સાથે તેમણે વાટાઘાટો કરી હતી. જે બાદ શિક્ષકોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ પ્રધાને કહ્યું છે કે તેમણે શિક્ષકોની માંગણીઓના હકારાત્મક ઉકેલની બાંયધરી આપી છે. પરંતુ ઘણા પ્રશ્નો હોવાથી શિક્ષકો ધીરજ અને સરકાર પર વિશ્વાસ રાખે. સરકાર વિવાદમાં નહીં પણ સંવાદમાં માને છે. શિક્ષણ પ્રધાને આક્ષેપ કર્યા કે કોંગ્રેસ ખોટો રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter