GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ

સેકન્ડ ઇલેવન ચેમ્પિયનશિપમાં એમસી યંગ ક્રિકેટર્સ દ્વારા રમી રહેલ ભારતના અર્જુન તેન્ડુલકરે પોતાની અદભુત બોલિંગથી લોકોનું દિલ જીતી લીધું છે. અર્જુને આ ટૂર્નામેન્ટમાં બીજા ડિવિજન ટીમ વિરૂદ્ધ સોમવારે રમાયેલ મેચમાં જબરજસ્ત બોલિંગ કરી. અર્જુને પોતાની વિપક્ષી ટીમના બેટ્સમેન નાથન ટિલેને જે રીતે બોલ્ડ કર્યો, તેના એ દડાથી લોકોનાં દિલ જીતી લીધાં.

આ વિકેટનો વીડિયો લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના આધિકારિક ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે, જેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ટ્વિટમાં લખેલું છે, “અર્જુન તેન્ડુલકરની જબરજસ્ત બોલિંગ. તેણે એમસી યંગ ક્રિકેટર્સ આજે સવારે જબરજસ્ત વિકેટ લીધી.”

અર્જુન તેન્ડુલકરે આ મેચમાં 11 ઓવર બોલિંગ કરી જેમાં બે મેડન ઓવર અને 50 રન આપી બે વિકેટ લીધી. અર્જુનની જબરજસ્ત બોલિંગ છતાં સરેની બીજી ડિવિઝનની ટીમે 6 વિકેટ પર 340 રને તેમની ઇનિંગની જાહેરાત કરી.

અર્જુન ડાબોડી બોલર છે. તે ભારતની અંડર-19માં પણ રમી ચૂક્યો છે. સાથે-સાથે તે મુંબઈની અંડર-14, અંડર-16 અને અંડર-19 ટીમમાં પણા રમી ચૂક્યો છે. લગભગ 20 વર્ષના અર્જુને હજુ સુધી ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ નથી કર્યું.

Related posts

સલમાન-સોહેલ અને અરબાઝમાંથી કોણ છે તારી પહેલી પસંદ, યુલિયાએ આપ્યો આ રસપ્રદ જવાબ

Harshad Patel

પતિ શોએબની હાજરીમાં સાનિયાનો ખુલાસો, અક્ષય કુમાર સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી

Mansi Patel

મિલિંદ સોમણની માતાએ પોતાના 81માં જન્મદિવસ પર કર્યા પુશ-અપ્સ, શેર કર્યો વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!