GSTV
Home » News » હવે બાબા રામદેવે કહ્યું, બજરંગબલી દલિત નથી, બાહ્મણ છે

હવે બાબા રામદેવે કહ્યું, બજરંગબલી દલિત નથી, બાહ્મણ છે

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના સ્ટાર પ્રચારક ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામ ભક્ત હનુમાનને દલિત ગણાવ્યા હતાં. જનસભાને સંબોધન કરી રહેલા યોગીએ જણાવ્યું હતું કે બજરંગબલી દલિત છે. ત્યારબાદ હોબાળો થયો હતો. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદ કુમાર સાયે ભગવાન હનુમાનજીને આદિજાતિના ગણાવ્યા હતાં. હવે પવનપુત્ર હનુમાનની જાતિ પર યોગગુરૂ બાબા રામદેવે નિવેદન આપ્યું છે. રામદેવે હનુમાનજીને બાહ્મણ ગણાવ્યાં છે.

એક સંવાદદાતા સંમેલનમાં પત્રકારોએ બજરંગબલી પર આવેલા નિવેદનનો લઇને બાબા રામદેવનું મંતવ્ય જાણ્યું. જેનો જવાબ આપતા રામદેવે કહ્યું, ‘બજરંગબલીની જાતિને લઇને કોઈ પણ શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. પરંતુ ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર તેઓ બાહ્મણ જાતિના છે. કારણકે તેઓ ચારે વેદોના મહાન વિદ્વાન પંડિત છે. તેઓ મહાયોગી છે. ભારતીય સંસ્કૃતિમાં જન્મના આધારે જાતિની કોઈ વ્યવસ્થા નથી. કર્મના આધારે હનુમાનજી બાહ્મણ છે. યોગી છે. યોદ્ધા છે, ક્ષત્રિય છે.’

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના અલવરના માલાખેડા ગામમાં યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત ગણાવ્યા હતાં. તેમણે અહીં ચોપાઈઓ દ્વારા ભાજપને જીતાડવાની મતદારોને અપીલ કરી હતી. યોગીના આ નિવેદન બાદ સંત સમાજે આકરી પ્રતિક્રિયા આપી હતી. અખિલ ભારતીય બાહ્મણ સમાજના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ યોગીને લીગલ નોટીસ મોકલીને ત્રણ દિવસની અંદર માફી માંગવાનું કહ્યું હતું.

તો અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદ કુમાર સાયે હનુમાનજીને લઇને કહ્યું હતું કે, ‘આદિજાતિઓમાં હનુમાન એક ગોત્ર હોય છે. જેમકે કુડુકમાં તિગ્ગા એક ગોત્ર હોય છે. જેનો મતલબ વાનર થાય છે. આપણે ત્યાં કેટલીક જાતિઓમાં હનુમાન અને ગિદ્ધ ગોત્ર પણ છે. અમે આ આશા રાખીએ છીએ કે જે દંડકારણ્ય (જંગલ)માં ભગવાને મોટી સેનાનું સંધાન કર્યુ હતું, તેમાં આદિજાતિ વર્ગના લોકો સામેલ હતાં. એવામાં હનુમાનજી દલિત નહીં, પરંતુ આદિજાતિ છે.’

READ ALSO

Related posts

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva

સંસદના નવા કેલેન્ડરમાંથી સંવિધાનની પ્રસ્તાવનાનું પાનું ગાયબ, લોકસભા અધ્યક્ષે આપી મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!