GSTV
Trending Videos Viral Videos

વાઇરલ વિડિઓ / પૂર ઝડપે ટકરાવા જઈ રહી હતી રીક્ષા, એક હાથે ધક્કો મારી બચાવ્યો જીવ

એક શખ્સે ઓટોરિક્ષાને હાથથી ધકેલીને પલટાતી બચાવતો એક વીડિયોએ ઇન્ટરનેટની દુનિયામાં તરખાટ મચાવી દીધો છે. આટલું જ નહીં, વીડિયો મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાનું ધ્યાન આકર્ષિત કરવામાં પણ સફળ રહ્યો છે. વ્યવસાયિક ઉદ્યોગપતિ તેના ટ્વિટર ફોલોઅર્સ સાથે પ્રેરણાત્મક પોસ્ટ્સ અને રમુજી વિડિઓઝ શેર કરવા માટે સોશિયલ સ્પેસમાં પણ જાણીતા છે.

આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યો છે

તેણે આ મજેદાર વીડિયોને એક સરસ કેપ્શન સાથે શેર કર્યો છે. વીડિયોને ટ્વિટ કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, ‘ખૂબ મજેદાર, આ દેશી મજેદાર વીડિયોથી વધુ કશું સારૂ હોઇ શકે નહીં. મને આવા દેશી વીડિયો જોવાનું પસંદ છે. ‘

તે વ્યક્તિ ઓટો પલટતા પહેલા જ તેને ધક્કો માર્યો

9-સેકંડના વિડિઓમાં, આપણે જોઈ શકીએ છીએ કે એક ઝડપી ઓટોરિક્ષા એક નાનકડી ગલીમાં વળાંક લે છે. ઓટોરિક્ષા પલટી મારવાની જ હતી અને તે વ્યક્તિને ટક્કર મારવાની કગાર પર હતી. જો કે, રસ્તા પર ચાલતા વ્યક્તિએ તેને તેના હાથથી રોકી અને તેને આગળ ધકેલી દીધી. મહિન્દ્રા દ્વારા શેર કર્યાના 24 કલાકમાં વિડિઓએ એક લાખથી વધુ વ્યૂઝ પ્રાપ્ત કર્યા છે.

ALSO READ

Related posts

જાણો આજનુ તા.22-3-2023, બુધવારનું પંચાંગ

Padma Patel

જાણો આજનું 22 માર્ચ, 2023નું તમારું રાશિ ભવિષ્ય

Padma Patel

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave
GSTV