WhatsApp પ્રાઈવેસી વિવાદ બાદ લોકો Telegram અને Signal તરફ વળી રહ્યા છે, પરંતુ આ એપ કેટલાક લોકો માટે હજુ નવી છે. Telegram એ કેટલાક મહીના પહેલા જ વીડિયો અને વોયસ કોલ કરવાની સુવિધા આપી હતી. કંપનીએ એ પણ કહ્યું કે, આગામી દિવસોમાં તેમાંથી ગૃપ વીડિયો કોલ્સનો સપોર્ટ પણ આપવામાં આવશે.
મેસેજ ચેક કરી શકો છો
એક સારી વાત એ છે કે, Telegram માં પિક્ચર-ઈન-પિક્ચર (PiP) મોડ મળે છે. તેનાથી કોલ દરમિયાન તમે કોલ ડિસ્ટર્બ કર્યા વગર જ બીજી એપમાં જઈ શકો છો અને મેસેજ ચેક કરી શકો છો. એક નાના એવા વિંડોમાં તમારો કોલ ચાલતો રહેશે. ટેલિગ્રામમાં વોયસ અને વીડિયો કોલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે. તેનાથી તમારા કોલ્સ પૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. હાલમાં ટેલીગ્રામના વેબ વર્ઝનમાં તમે વીડિયો અથવા વોયસ કોલિંગનું ફંક્શન આપવામાં આવ્યું નથી. સાથે જ ટેલીગ્રામના મોબાઈલ વર્ઝનમાં કોલ ઓપ્શન સીધો જોવા મળતો નથી. એવામાં આવો જાણીએ એપથી કોલ અને વોયસ કોલ કરવાની રીત.
આ રીતે કરો Telegram એપથી કોલ
- તમારે સૌ પ્રથમ Telegram એપ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ ફ્રેંડને કોલ કરવા માગો છો તે પ્રોફાઈલમાં જાવ.
- ત્યાં તમને કોન્ટેક્ટ ઈમેજ અને ફોન નંબર દેખાશે. તો ટોપમાં જમણી સાઈડમાં કોલ અને વીડિયો કોલના આઈકન દેખાશે.
- કોલ કરવા માટે તમારે કોલવાળા આઈકન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રકારના વીડિયો કોલ કરવા માટે તમારે વીડિયો કોલના આઈકન પર ક્લિક કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે, વીડિયો માટે યૂઝર્સને કેમરાની મંજૂરી ટેલીગ્રામ એપને આપવાની હોય છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી