GSTV
Home » News » Video: અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, સેનાની કાર્યવાહી પર શંકા કરવાનું બંધ કરે

Video: અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, સેનાની કાર્યવાહી પર શંકા કરવાનું બંધ કરે

સામ પિત્રોડાના નિવેદન પર અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યું હતું કે, સામ પિત્રોડાનું નિવેદન યોગ્ય નથી. તેમણે પોતાની વાતમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, દેશમાં આ પ્રકારના આતંકી હુમલાઓ થાય છે અને દેશના જવાનો હતાહત થાય છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને તેમના પ્રમુખ અધિકારી જે રસ્તો આપે છે તેનાથી કોંગ્રેસ પાર્ટી સહમત છે કે ?

તેમણે 26-11ના બ્લાસ્ટના કેસોનો ઉલ્લેખ કરી કોંગ્રેસની સરકારને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી નજીક આવતા તૃષ્ટિકરણની નીતિ કરે છે તેનાથી મને વાંધો નથી આ તેમની પરંપરા છે.

અમિત શાહે કોંગ્રેસ પાર્ટી સામે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કૉગ્રેસ પાર્ટી પાકિસ્તાનનું સમર્થન કરે છે. તેમજ તે જણાવે છે કે પાકિસ્તાન સાથે વાત ચીત કરવી જોઈએ. જ્યારે દેશ આખો બદલો લેવાની વાત કરતો હોય અને કૉગ્રેસ આવી વાતચીત કરવાની વાત કરે એ કેટલી હદે સાચું છે ? 26/11 વખતે કૉંગ્રેસે શું કર્યું હતું.

એમ કહી અમિત શાહે કોંગ્રેસના શાસન પર તેમણે પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૉગ્રેસ રાજનીતી કરશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે શહીદો પર રાજનીતિ કરે એ જરા પણ યોગ્ય નથી.

અમિત શાહે ચૂંટણી સમયે કહ્યું હતું કે, કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ જણાવે કે તેઓ પોતાના નેતાઓના નિવેદને વ્યક્તિગત જણાવે છે. વધુમાં તેમણે રાહુલ ગાંધીને આડેહાથ લેતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે સેના અને દેશની જનતાની માફી માગવી જોઈએ. શહીદોના ખૂન પર કોંગ્રેસ રાજનીતિ કરે છે. આ વોટ બેંકની રાજનીતિને આગળ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Read Also

Related posts

કપિલ શર્માની આ એક્ટ્રેસે શેર કર્યો એકદમ બોલ્ડ ફોટો, ઈન્ટરનેટ પર જબરજસ્ત વાયરલ

NIsha Patel

અમદાવાદ એરપોર્ટથી ખૂંખાર આતંકી અબ્દુલ વહાબ શેખની ધરપકડ, ત્રણ નેતાઓની હત્યાનો આરોપ

Mayur

જૂનાગઢમાં ચાલુ ગાડીમાંથી વિદેશી દારૂની 10 પેટી રસ્તા વચ્ચે જ પડી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!