GSTV
Home » News » Video: અમદાવાદમાં યુવકની હોસ્પિટલમાં જ સરાજાહેર હત્યા, હોસ્પિટલ તંત્રનું અકળ મૌન

Video: અમદાવાદમાં યુવકની હોસ્પિટલમાં જ સરાજાહેર હત્યા, હોસ્પિટલ તંત્રનું અકળ મૌન

અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં જ યુવકની સરાજાહેર કરપીણ હત્યા કરી દેવાઈ છે. જેથી કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે.એક તરફ સરકારી અને મહાપાલિકા સંચાલિત હોસ્પિટલમો ખાનગી સુરક્ષા કર્મીઓ એટલે બાઉન્સર મુકવામાં આવે છે. પરંતુ જે રીતે એલજી હોસ્પિટલમાં જ હત્યાનો બનાવ બન્યો છે. તેનાથી હોસ્પિટલમાં દર્દીની સુરક્ષાનું શું તેવો પણ સવાલ થયો છે. એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના લાઈવ દ્રશ્યો કેમેરામા આબાદ ઝડપાયા છે.

ચાર-પાંચ મહિનાથી બે જૂથ વ્ચચે ઘર્ષણ ચાલતુ હતુ..જેમાં રામોલના જનતા નગરમાં યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ હત્યાના ઘાયલોને એલજી હોસ્પિટલ લવાયો હતો.અને ત્યાં હોસ્પિટલની અંદર જ જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવાયો છે.

અમદાવાદ મહાપાલિકા સંચાલિત એલ. જી. હોસ્પિટલમાં સરાજાહેર  યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને હત્યા કરી દેવા મુદ્દે તંત્ર ઢાંકપીછોડો કરવાના પ્રયાસમાં હોય તે લાગે છે. મધરાતે યુવકની હોસ્પિટલમાં થયેલી હત્યા મુદ્દે જ્યારે જીએસટીવીએ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેમણે ફોન સ્વીચઓફ કરી દીધો હતો. હોસ્પિટલાં દર્દીઓને સારવાર માટે આવતા હોય છે.અશક્ત સ્થિતિમાં આવતા હોય છે. તો હોસ્પિટલમાં જ દર્દીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યો છે. અને હોસ્પિટલ તંત્ર અકળ મૌન ધારણ કરીને બેઠું છે.

Read Also

Related posts

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

Nilesh Jethva

કચ્છના હરામીનાળા પાસેથી બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

Nilesh Jethva

પારડીની બે કંપનીમાં આગ લાગતા મચી અફરા તફરી, પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!