GSTV

VIDEO : લાહોરના આકાશમાં દેખાઈ કાળી ગોળ રીંગ, એલિયન સમજીને ડરી ગયા લોકો

Last Updated on January 22, 2020 by pratik shah

પાકિસ્તાનનાં લાહોર શહેરનાં આકાશમાં એક કાળા રંગની રીંગ દેખાઈ હતી. આ કાળા રંગની રીંગ દેખાયા પછી સોશ્યલ મિડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. આ કાળા રંગની રીંગનો વિડિયો બહોળા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. લોકો કહે છે આ એલિયન દ્રારા બનાવવામાં આવેલી રિંગ છે.

સોશ્યલ મિડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે આ કાળા રંગની રીંગ ખરાબ સમયની નિશાની છે. જે આફત લઈને આવશે. ઘણા લોકો તેને શેતાની બાદલ પણ કહી રહ્યા છે. ગોળ આકારમાં ફરી રહેલી આ કાળા રંગનાં રીંગનું લાહોરનાં લોકોમાં ચર્ચા અને ડરનો માહોલ ઉભો કર્યો છે.

વિદેશી મિડિયાનાં અનુસાર વર્ષ 2015માં કઝાકિસ્તાનનાં એક ગામમાં પણ સ્કૂલે જતી બાળકીએ આવીજ ગોળ કાળી રીંગ જોઈ હતી. જો કે ત્યાર પછી તપાસમાં સામે આવ્યું કે કોઈ ગામમાં થયેલી આતશબાજીથી આ રીંગ બની હતી. લાહોરમાં તો લોકો મજા લઈ રહ્યા છે.

લાહોર શહેરનાં આકાશમાં એક કાળા રંગની રીંગ દેખાઈ

લાહોરમાં વાયુ પ્રદુષણ બહુજ વધારે

કાળા રંગની રીંગ એટલા માટે બની છે કે લાહોરમાં વાયુ પ્રદુષણ બહુજ વધારે છે. લાહોર શહેર સ્મોકિંગ કરીને સ્મેક રિંગ બનાવે છે. આ સિવાય 2014માં બ્રિટિશ યુવતી જોર્જિના હેપે વારવિક કેસલ પર પણ આવી રીંગનો વિડિયો બનાવ્યો હતો. આ પહેલા 2013માં અમેરિકાનાં ફ્લોરિડા અને 2012માં શિકાગોમાં પણ આવી રીંગ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!