GSTV

VIDEO: સુરતની બાઇકિંગ ક્વીન્સ ફેલાવશે કેશલેશનો સંદેશ

સુરતની બાઇકિંગ ક્વીન્સ” સામાજિક સંદેશ સાથે સુરતથી આશરે 700 કિલોમીટરનું અંતર કાપીને પાંચમી તારીખે રણ ઉત્સવના કાર્યક્રમના મહેમાન બનશે. છઠ્ઠી તારીખે સવારે ગુજરાત પોલીસ દ્વારા ‘ટ્રાફિક જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત યોજાનારા ‘ચાલક મિત્ર’ કાર્યક્રમની શરૂઆત બાઇકિંગ ક્વીન્સ કરશે. ભુજમાં યોજાનારા આ કાર્યક્રમમાં બાઇકિંગ ક્વીન્સ મુખ્ય મેહમાન બનશે અને ટ્રાફિક નિયમો અને સલામતીની વાતો પણ કરશે.

ગત વર્ષે જ બાઇકિંગ ક્વીન્સની ચાર મહિલોએ બાઈક ઉપર 10 દેશોનો પ્રવાસ ખેડી બેટી બચાઓ, બેટી પઢાઓના સંદેશો ફેલાવ્યો હતો. ત્યારે ફરી એકવાર બાઇકિંગ ક્વિન્સ માર્ગ સલામતીના સંદેશ સાથે ફરી વાર નીકળી છે. સાથે જ સમગ્ર યાત્રા દરમિયાન આ 10 યુવતીઓ પોતાનો તમામ ખર્ચ કેશલેસ જ કરીને કેશલેસ ટ્રાન્ઝેકશન અંગેની જાગૃતિ ફેલાવશે.

નોટબંધી બાદ વડાપ્રધાને સૌ કોઈ લોકોને કેશલેશ તેમજ ડિજિટલાઇઝેશન તરફ વળવા આગ્રહ કર્યો છે. ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરતની દસ બાઈકિંગ ક્વિન્સ સાત સો કિલોમીટરનો પ્રવાસ ખેડવા નિકળી છે.

Watch Video

Related posts

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

સુરત : પિતાએ પબજી ગેમ રમવા પૈસા ન આપતા પુત્રએ છરી વડે કર્યો હુમલો

Nilesh Jethva

સુરતમાં પબજી ગેમ રમવાની બાબતે પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!