GSTV
Home » News » VIDEO : વાયુ વાવાઝોડા સામે ટક્કર ઝિલવા સરકારે લીધો આ મોટો નિર્ણય

VIDEO : વાયુ વાવાઝોડા સામે ટક્કર ઝિલવા સરકારે લીધો આ મોટો નિર્ણય

વાયુ ચક્રવાતને લઈને હજુ ખતરો ટળ્યો નથી તેવામાં ગાંધીનગરમાં હેમ રેડિયોનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. હેમ રેડિયોએ વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપતીની સ્થિતિમાં આશિર્વાદ રૂપ નીવડતો હોય છે. જીએસીટીવીની ટીમ ગાંધીનગર ખાતેના હેમ રેડિયોના કંટ્રોલ રૂમ પર પહોંચી છે અને ત્યાં તંત્રની કામગીરી એક્સક્લુઝિવ માહિતી અને દ્ર્શ્યો જીએસટીવી સ્ક્રિન પર જોઈ શકાય છે. વાવાઝોડાની સ્થિતિને જોતા જામનગર, પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યાં છે. દરેક સ્ટેશન ખાતે ૩ થી ૪ હેમ રેડિયો ઓપરેટર સતત ફરજ બજાવી રહ્યા છે. આ સ્ટેશનો અંતરિયાળ ગામોની સતત બદલાતી રહેતી પરિસ્થિતિથી તંત્ર અને જિલ્લા કલેકટરને વાકેફ કરી રહ્યા છે. આ રેડિયો સ્ટેશન સાથે ગાંધીનગર તથા અમદાવાદ ખાતે રહેતા હેમ રેડિયો ઓપરેટર સતત સંપર્કમાં છે. ગાંધીનગર ખાતેથી આ પ્રવૃતિનું સમગ્ર સંચાલન પ્રવીણ વલેરા અને કૌશલ જાની  કરી રહ્યા છે. અમદાવાદથી કરંજિયા અને અન્ય હેમ રેડિયો ઓપરેટર પણ સતત સંપર્કમાં છે. ગાંધીનગરની ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ અમેચ્યોર રેડિયો સંસ્થા વાયુ વાવાઝોડાના સંકટ સમયે બચાવ કામગીરી મહત્વનો રોલ નિભાવવા તૈયાર છે.

Related posts

ઈંગ્લેન્ડમાં મેચ કરતા સ્ટેડિયમ બહાર લારી પરની ‘ભેળ’ મશહુર થઈ ગઈ, ભુરીયાઓએ બે હાથે ઝાપટી

Arohi

ચોખાના લોટના ઉત્તપમને બદલે આજે ટ્રાય કરો સરસ મજાના વેજીટેબલ સોજી ઉત્તપમ

Dharika Jansari

લંચબોકસ સ્પેશિયલ: બાળકોની મનપસંદ ગાર્લિક બ્રેડ બનાવો ઘરે માત્ર 10 મિનિટમાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!