GSTV
Home » News » Video: લાંચના રૂપિયા માટે બાખડી પડ્યાં બે પોલીસ, પછી થઇ જોવા જેવી

Video: લાંચના રૂપિયા માટે બાખડી પડ્યાં બે પોલીસ, પછી થઇ જોવા જેવી

તમે પોલીસકર્મીઓને લાંચ લેતાં હોય તેવી ખબરો તો સાંભળી જ હશે પરંતુ યુપીના પ્રયાગરાજમાં લાંચના રૂપિયાના લઇને જે થયું તે ચોંકાવનારુ છે. પ્રયાગરાજમાં લાંચના રૂપિયા વહેંચવાને લઇને બે પોલીકર્મીઓ અરસપરસ બાખડી પડ્યાં અને એકબીજા પર લોઠી-દંડા વરસાવવા લાગ્યાં. લાંચ માટે બે પોલીસકર્મીઓ એ રીતે ઝગડવા લાગ્યા કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ.

લાંચ માટે બે પોલીસકર્મીઓ એ રીતે ઝગડવા લાગ્યાં કે વીડિયો વાયરલ થયાં બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા પર મજાક ઉડી રહી છે જે બાદ તરત જ વરિષ્ઠ પોલીસ હરકતમાં આવી ગયાં.

પ્રયાગરાજના એસપી આશુતોષ મિશ્રાએ તરત જ લાંચ માટે લડી રહેલા બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધાં. આ ઘટનાને લઇને તેમણે જણાવ્યું કે આ એક દિવસ પહેલાની ઘટના છે જ્યાં લાંચના રૂપિયાને લઇને બંને બાખડી પડ્યાં. આ ઉપરાંત આ મામલે એસપી આશુતોષ મિશ્રાએ તપાસના આદેશ પણ આપ્યાં છે.

જણાવી દઇએ કે આ કોઇ પહેલો કિસ્સો નથી જ્યારે પોલીસકર્મીઓએ લાંચ લેવા માટે પરેશાન કરવા અથવા કોઇ કાનૂની ચંગુલમાં ફસાવી દેવાની ધમકી આપીને લોકો પાસેથી પૈસા વસૂલવાનો આરોપ લગાવતાં હોય. અગાઉ પણ ઘણા કિસ્સા સામે આવ્યાં છે જેમાં પોલીસ નીડર થઇને લાંચ લેતા કેમેરામાં કેદ થયા છે.

Read Also

Related posts

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

આ 6 યોજના થકી જેટલી હંમેશાં દેશને યાદ રહેશે, એક યોજનાએ તો ભાજપને 2019ની ચૂંટણી જીતાવી દીધેલી

Mayur

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!