GSTV
Banaskantha Video New Videos ગુજરાત

Video: બનાસકાંઠાના ડીસા ભીલડી હાઈવે પર ભયંકર અકસ્માત

પૂરપાટ ઝડપે જતા વાહનો કેટલો ભયંકર અકસ્માત સર્જી શકે છે તેની વધુ એક ઘટના બનાસકાંઠાના ડીસા ભીલડી હાઈવે પર જોવા મળી. અહીં હાઈવે પર આવેલી વસંત હોટલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા જીપડાલાએ બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર માતા પિતા અને તેમનો બાળક રસ્તા પર ફંગોળાયા હતા.

વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક દૂર સુધી ઢસડાયુ હતુ. આ દૂર્ઘટનામાં માતા પિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરંતુ નાના બાળકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત થયા બાદ તુરંત જ નાનુ બાળક પોતાની માતા પાસે પહોંચે છે. તો બીજી તરફ જે જીપડાલાએ બાઈકને ટક્કર માર્યા બાદ આ વાહન પણ આગળ જતાં બેલેન્સ ગુમાવતુ નજરે પડે છે. હીટ એન્ડ રનની ઘટનાને પગલે આસપાસના લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડ્યા છે. જ્યારે ટક્કર મારીને ફરાર થઈ જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari

અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ

Zainul Ansari
GSTV