VIDEO : ઘાટીમાં ત્રણ જેટલા આત્મઘાતી હુમલા કરવાની ફિરાકમાં આતંકવાદીઓ

Air Strike avidance

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ આત્મઘાતી હુમલા પહેલા 21 જેટલા આતંકવાદીઓ ડિસેમ્બર માસમાં જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી ચુક્યા હતા. આ આતંકવાદીઓ ઘાટીમાં ત્રણ જેટલા આત્મઘાતી હુમલા કરવાની ફિરાકમાં છે. જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરીને આવેલા આતંકવાદીઓ અફઝલ ગુરૂની ફાંસીનો બદલો લેવાની તૈયારી કરી રહ્યા હતા. આ હુમલા પાછળ મસૂદ અઝહરનો ભત્રિજો ઉસ્માન હૈદર પણ સામેલ છે.

હુમલા માટે આતંકવાદીઓએ 16 જેટલી કારની ખરીદી કરી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘુસણખોરી કરીને આવેલા આતંકવાદીઓ બે ભાગમાં વેચાઈ ગયા હતા. જેમાંથી એક મુદ્દસિર ખાન હતો. જ્યારે બીજા દળનો કમાન્ડર બાબા નામનો આતંકવાદી હતો. જેને પુલાવામામાં થયેલી અથડામણમાં ઠાર કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ આત્મઘાતી હુમલા માટે ત્રાલમાં મિટિંગ કરતા હતા. હુમલા માટે આતંકવાદીઓએ 16 જેટલી કારની ખરીદી કરી હતી. આ ગાડીઓનું રજિસ્ટ્રેશન 1990થી 1995 વચ્ચે થયું હતુ. જૂના વાહનોની પસંદગી કરવાથી વાહનના માલિકની ઓળખ ન થઈ શકે. જેથી જૂના વાહનો ખરીદવામાં આવ્યા હતા.

હુમલાની જગ્યાથી સાત કિલોમીટરની દૂર પર તૈયાર કરવામાં આવ્યો હતો

તપાસ દરમ્યાન એજન્સીઓનો દોવા છે કે, વિસ્ફોટક પદાર્થ પાકિસ્તાનની સેના દ્નારા આતંકવાદીઓને પુરો પાડવામાં આવ્યો હતો.  ફોરેન્સિક એક્ષપર્ટના જણાવ્યા પ્રમાણે આરડીએક્સને કેટલાક મહિના પહેલા ભારતમાં લાવવામાં આવ્યુ હતું. હુમલાની જગ્યાથી સાત કિલોમીટરની દૂર પર તૈયાર કરવામાં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, બોમ્બ બનાવવા માટે એકથી વધારે અનુભવી લોકો ભારત આવ્યા હતા. બોમ્બમાં ટ્રિગર સ્વિચ, ડેટોનેટર  અને પાવર ફ્યૂઝ હુમલાના થોડા સમય પહેલા બોમ્બ પર લગાવવામા આવ્યા હતા. જે બાદ આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter