GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ટેસ્ટમાં બંને ઓપનર નર્વસ નાઇન્ટીઝનો શિકાર બન્યા હતા, ભારતીય જોડી પણ સામેલ છે

ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન માટે બે પળ અત્યંત કટોકટીભરી હોય છે. એક તો તે ઓપનિંગ કરતો હોય અને નવા બોલનો સામનો કરતો હોય અને બીજું 90નો સ્કોર વટાવ્યા બાદ સદી તરફ આગળ ધપતો હોય. ક્રિકેટમાં 90થી 99 રનની વચ્ચેના સ્કોરે આઉટ થનારને નર્વસ નાઇન્ટિઝનો શિકાર થયો કહેવાય છે. ટેસ્ટ ઇતિહાસમાં એવા 56 કિસ્સા બન્યા છે જ્યારે એક જ ટીમના બે બેટ્સમેન નરવ્સ નાઇન્ટીનો શિકાર બન્યા હોય અને તેમાંથી ચાર કિસ્સા એવા છે જ્યારે બંને ઓપનર 90નો આંક વટાવ્યા બાદ સદીથી વંચિત રહ્યા હોય. તેમાંય બે વાર તો આવો કમનસીબ રેકોર્ડ ભારતીય ઓપનર્સે બનાવ્યો છે.

100 વર્ષ બાદ પહેલી વાર બન્યું

ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ તો 1877ના માર્ચ મહિનામાં થયો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં પહેલી વાર ટેસ્ટ રમાઈ હતી પરંતુ કઈ બે ઓપનર નર્વસ નાઇન્ટીઝનો શિકાર બન્યા હોય તેવો પ્રસંગ તેના 100 વર્ષ બાદ બન્યો હતો. 1978-79માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ ત્યારે લાહોર ટેસ્ટમાં ભારતના સુનીલ ગાવસ્કર (97) અને ચેતન ચૌહાણ (93) નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયા હતા. પહેલા દાવમાં તો ઇમરાન ખાન અને સરફરાઝ નવાઝ સામે ભારત માંડ 199 રન કરી શક્યું હતું જ્યારે પાકિસ્તાને 539 રન નોંધાવ્યા હતા જેમાં ઝહીર અબ્બાસના 235 રન હતા. બીજા દાવમાં ભારતે લડત આપી હતી અને પહેલી વિકેટ માટે 192 રન ઉમેરી દીધા હતા પરંતુ બંને ઓપનર સદીથી વંચિત રહ્યા હતા.

બીજી વાર પણ ભારતના નામે જ રેકોર્ડ

 ગાવસ્કર અને ચેતન ચૌહાણ આમ કરનારી પ્રથમ જોડી હતી તો 1997-98માં ઓસ્ટ્રેલિયા સામેની કોલકાતા ટેસ્ટમાં નવજોતસિંઘ સિદ્ધુ અને વીવીએસ લક્ષ્મણે ઓપનિંગ કર્યું હતું અને તેઓ અનુક્રમે 97 અને 95ના સ્કોરે આઉટ થયા હતા. 2006માં પાકિસ્તાની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ ત્યારે ઓવલ ખાતેની ટેસ્ટમાં મોહમ્મદ હાફીઝ 95 અને ઇમરાન ફરહાત 91 રનના સ્કોરે આઉટ થયા હતા તો 2009-10માં ઓસ્ટ્રેલિયાનો શેન વોટ્સન (93) અને સાઇમન કેટિચ (98) પાકિસ્તાન સામેની મેલબોર્ન ખાતેની ટેસ્ટમાં આ રીતે આઉટ થયા હતા.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!