વીકી કૌશલના જીવનમાં ‘જોશ’ ભરી દે છે આ હસીના, આ રીતે શરૂ થઇ હતી લવસ્ટોરી

ઉરી ફિલ્મથી પોતોની અલગ ઓળખ ઉભી કરનારા એક્ટર વિકી કૌશલ આજકાલ પોતાની ફિલ્મ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની અપાર સફળતાને સેલિબ્રેટ કરી રહ્યો છે. તેની પાસે અઢળક ફિલ્મોની ઑફર્સ આવી રહી છે. કરિયરના આ બિઝી દૌરમાં વીકી પોતાની લેડ લવ માટે પણ સમય કાઢી જ લે છે.

વીકી કૌશલ પોતાની ગર્લફ્રેન્ડ હરલીન સેઠી સાથે રિલેશનશીપને લઇને શરૂઆતથી જ ઓપન રહ્યો છે. જો કે ઘણી યુવતીઓ માટે વીકી ડ્રીમ બૉય જેવો છે. પરંતુ તેનું દિલ તો ફક્ત હરલીન સેઠી માટે ધડકે છે.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન વિકીએ જણાવ્યું કે તેની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઇ. રિપોર્ટસ અનુસાર, વીકીએ જણાવ્યું કે તેની અને હરલીન સેઠીની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઇ હતી. હરલીનને જોતાં જ તે પોતાનું દિલ દઇ બેઠો હતો.

વીકી અને હરલીન એકબીજાને આશરે એક વર્ષથી ડેટ કરી રહ્યાં છે. વીકીએ જણાવ્યું કે બંને એકબીજાના બેસ્ટ ક્રીટીક પણ છે. તેણે જણાવ્યું કે તે અને હરલીન જ્યારે સાથે હોય છે તો તે સમયને ખૂબ જ એન્જોય કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વીકી કૌશલ ટૂંક સમયમાં ફિલ્મ તખ્તમાં નજરે પડશે. કરણ જોહરની આ ફિલ્મમાં વીકી ઉપરાંત રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, ભૂમિ પેડનેકર, જ્હાન્વી કપૂર અને અનિલ કપૂર નજરે પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter