GSTV

પોતાના પાડોશી સાથે વિક્કી કૌશલે શેર કર્યો આવો ફોટો, નારાજ થઇ શકે છે કેટરિના

Last Updated on December 21, 2020 by Ankita Trada

બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલે તેના પાડોશી સાથે એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં વિક્કી તેના પાડોશી સાથે એકદમ ખુશ જોવા મળી રહ્યો છે. આ પાડોશી બીજું કોઈ નહીં પરંતુ ‘બેલા’ નામનું પાલતુ કુતરું છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટામાં વિક્કી કૂતરાને પકડી રહ્યો છે. લાગે છે કે તે તેના મિત્રને અત્યંત પસંદ કરે છે અને ફોટામાં ‘બેલા’ તેની સાથે મૈત્રીપૂર્ણ અંદાઝમાં જોવા મળી રહી છે.

એક ક્રાંતિકારીની ભૂમિકા ભજવશે

આ ફોટો સાથે અભિનેતા વિક્કી કૌશલ એ કેપ્શનમાં લખ્યું હતું, ‘પડોસન..બેલા.’ વિક્કીની આ પોસ્ટને 5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સ્ટાર છેલ્લે ભાનુ પ્રતાપ સિંહની ‘ભૂત પાર્ટ એક : ધ હોન્ટેડ શિપ’માં જોવા મળ્યો હતો. હવે તે શૂજિત શ્રીકારની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’માં જોવા મળશે. તેમાં તે એક ક્રાંતિકારીની ભૂમિકા ભજવશે.

બેનરની 50 મી વર્ષગાંઠની ઉજવણી

યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્માણ પામેલી કોમેડી ફિલ્મમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની સાથે અભિનેતા વિક્કી કૌશલ પણ જોવા મળશે. વિક્કી કૌશલ અને માનુષી છિલ્લર અભિનીત આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના પ્રોજેક્ટ 50નો પણ એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય બેનરની 50 મી વર્ષગાંઠની ઉજવણી છે.

READ ALSO

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!