GSTV
Home » News » વિક્કી કૌશલ ન્યુયોર્કમાં ‘જોશ’ સાથે સેલિબ્રેટ કરશે પોતાનો બર્થ ડે, સૌથી પહેલા આ ખાસ વ્યક્તિની લીધી મુલાકાત

વિક્કી કૌશલ ન્યુયોર્કમાં ‘જોશ’ સાથે સેલિબ્રેટ કરશે પોતાનો બર્થ ડે, સૌથી પહેલા આ ખાસ વ્યક્તિની લીધી મુલાકાત

vicky kaushal childhood

એક પછી એક સતત ચાર હિટ ફિલ્મો આપી ચૂકેલો અભિનેતા વીકી કૌશલ ગુરુવારે ૧૬મી મેએ ન્યૂયોર્કમાં પોતાનો બર્થ ડે ઊજવશે. બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે આ વખતે વિક્કી કૌશલ ન્યુયોર્કમાં છે. આ વચ્ચે એક્ટરે સમય કાઢીને અહીં કેન્સરની સારવાર લઇ રહેલા એક્ટર ઋષિ કપૂરની મુલાકાત લીધી હતી. જણાવી દઇએ કે ઋષિ કપૂર ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી અહીં સારવાર લઇ રહ્યા છે. વિક્કી કૌશલની નીતૂ કપૂર અને ઋષિ સાથેની તસવીર સામે આવી છે.

View this post on Instagram

Vicky Kaushal with Neetu and Rishi Kapoor in New York

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હાલ વીકી અમેરિકામાં  બે સપ્તાહના બર્થ ડે સેલિબ્રેશન વેકેશન પર છે. એની છેલ્લી ચારે ચાર ફિલ્મો હિટ નીવડી હતી જેમાં મેઘના ગુલઝારની રાઝી, રાજકુમાર હીરાણીની સંજુ, અનુરાગ કશ્યપની મનમર્ઝિયાં અને આદિત્ય ધરની ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકનો સમાવેશ થયો હતો. સ્વાભાવિક રીતેજ ચાર ચાર હિટ ફિલ્મો આપ્યા પછી વીકીની ડિમાન્ડ રાતોરાત વધી હતી તેમ વીકીએ પોતાની ફીમાં પણ સારો એવો વધારો કર્યો હતો.

જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ન્યૂયોર્કથી બે કલાકના કાર માર્ગે આવેલા વિસ્તારમાં વીકીએ એક વીલા ભાડે રાખ્યો છે જ્યાં એની સાથે ભણી ચૂકેલા દોસ્તો બોસ્ટન અને ન્યૂ જર્સીથી આવી રહ્યા છે. 

બર્થ ડે પાર્ટી નિમિત્તે વીકી દોસ્તો સાથે એમના માનીતા ફૂડ જોઇન્ટ્સમાં ખાવા પીવા ઉપરાંત બ્રોડવેમાં એક નાટક જોવાનો પ્રોગ્રામ પણ બનાવી ચૂક્યો છે.

View this post on Instagram

Not so vanilla… 😋

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

વીકીએ એક નાઇટ જાઝ ક્લબમાં સંગીતની મોજ પણ માણી હતી અને કેટલાક આઇસક્રીમ પાર્લરમાં આઇસક્રીમની વેરાયટી પણ ટેસથી ખાધી હતી.

Read Also

Related posts

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!