GSTV

સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માટે વૈભવી સ્વીટ બુક : એક દિવસનું ભાડું 7 લાખ રૂપિયા

Last Updated on November 30, 2021 by Vishvesh Dave

સ્ટાર કપલ કેટરિના કૈફ તેમજ વિકી કૌશલના લગ્નનું કાઉન્ટ ડાઉન શરું થઈ ગયું છે. 9 ડિસેમ્બરે આ દંપતિ પ્રભુતામાં પગલા પાડશે. આ માટે રાજસ્થાનના સવાઈ માધોપુર નજીકની સિક્સ સેન્સ એક વૈભવી હોટલ બૂક કરવામાં આવી છે. બંને માટે હોટલનો રાજા માનસિંહ-રાણી પદ્માવતી નામથી ઓળખાતો સ્વીટ બૂક કરવામાં આવ્યો છે. જેનું એક દિવસનું ભાડુ સાત લાખ રુપિયા છે.

આવા બીજા બે રુમ પણ સ્ટાર કપલ માટે બૂક કરવામાં આવ્યા છે. આ સ્વીટની ખાસિયત એ છે કે, તેમાં પ્રાઈવેટ ગાર્ડન અને સ્વિમિંગ પુલ પણ છે. રુમ બૂક થયા બાદ આસપાસની જગ્યાની સુરક્ષા વધારી દેવાઈ છે. જ્યાં કોઈને જવા દેવાતા નથી.

વિકી અને કેટરિના પોતાના પરિવારના સભ્યો સાથે 6 ડિસેમ્બરે આવશે અને 11 ડિસેમ્બર સુધી અહીંયા રોકાશે. લગ્ન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 100 બાઉન્સર જયપુરથી બોલાવાશે. ઉપરાંત રાજસ્થાન પોલીસ પણ બંદોબસ્તમાં હશે.

લગ્નના કાર્યક્રમો 7 ડિસેમ્બરથી શરુ થશે. 9 ડિસેમ્બરે વિકી અને કેટરિના લગ્નના બંધનમાં બંધાશે. 7 ડિસેમ્બરે સંગીત અને 8 ડિસેમ્બરે મહેંદીની વિધિ થશે. 10 ડિસેમ્બરે વિશેષ આમંત્રિત મહેમાનો માટે એક રિસેપ્શન પણ યોજવામાં આવશે.

ALSO READ

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!