GSTV

બોલીવૂડના નવા લવબર્ડ્સ છે કટરીના-વિક્કી કૌશલ? દિવાલી પાર્ટીમાં દેખાયા સાથે

Last Updated on October 30, 2019 by Karan

વિક્કી કૌશલ અને કટરીના કૈફના રોમાંસના ન્યૂઝ લાંબા સમયથી ચર્ચામાં છે પરંતુ બંને સ્ટાર્સ તેના પર હંમેશા ચુપ રહ્યાં. જો કે દિવાળીના સેલિબ્રેશનની વચ્ચે બંને સ્ટાર્સના ઈશ્કની ચર્ચાઓ ફરીથી થવા લાગી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી નજીકના મિત્રો દિવાળીની પાર્ટીમાં વિક્કી કૌશલ અને કેટરીના કેફને સાથે સ્પોટ કર્યાં હતા.

View this post on Instagram

#happydiwali #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

પાર્ટીથી વિક્કી કૌશલ અને કટરીના કેફ સાથે નિકળ્યાં હતા. જો કે બહાર મીડિયાને જોયા બાદ બંને પોતાની અલગ અલગ કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. કેટરીના વિક્કી સાથેની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બંનેએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલા હતા. કટરીનાએ લહંગો અન વિક્કીએ શેરવાની પહેરી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને સ્ટાર્સ લાંબા સમયથી એક બીજાની નજીક છે. જ્યારે બંનેના નજીકના સુત્રોએ જણાવ્યું હતુ કે આ અફવા છે. સુત્રોએ જણાવ્યું કે આ માત્ર અફવા છે બંને સ્ટાર્સ સિંગલ છે અને કોઈ એકબીજાને ડેટિંગ નથી કરતા. આ પહેલા ન્યૂઝ આવ્યા હતા કે બંને સ્ટાર્સ એક ફિલ્મમાં નજરે આવશે. જો કે એવા રિપોર્ટ કે જેની કોઈ પણ પ્રકારની પુષ્ટી થઈ નથી. હવે જ્યારે વિક્કી કૌશલ અને કટરીના કૈફની સાથે ફોટોએ આ અફવાઓને વધુ ઝડપ આપી છે.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!