GSTV
Home » News » 100 કરોડની ફિલ્મો આપનાર આ હિરો અકસ્માતમાં ઘવાયો, 12 ટાંકા લેવા પડ્યા

100 કરોડની ફિલ્મો આપનાર આ હિરો અકસ્માતમાં ઘવાયો, 12 ટાંકા લેવા પડ્યા

સંજૂ અને ઉરી: ધ સર્જિકલ સ્ટાઇક જેવી 100 કરોડી ફિલ્મો આપનાર વિક્કી કૌશલ આજકાલ સફળતા એન્જોય કરી રહ્યો છે અને હવે તેના નવા પ્રોજેક્ટમાં કામે લાગી ગયો છે. વિક્કી કૌશલે તેની આગામી હોરર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને તેઓ એક ગંભીર અકસ્માતના શિકાર બન્યો છે.

વિક્કી કૌશલ ગુજરાતમાં ભાનુ પ્રતાપ સિંહની અનટાઇટલ્ડ હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એક અકસ્માતમાં કૌશલને ઘણું વાગ્યું છે. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટર્સે જણાવ્યું કે, તેને જડબામાં ફ્રેક્ચર થયું છે. વિક્કીને 13 ટાંકા આવ્યા છે અને અત્યારે તેની સ્થિતિમાં સુધારો છે. હોસ્પિટલમાં ઓપરેશન બાદ વિક્કી મુંબઈ પહોંચ્યોં, જ્યાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ તેની મદદ કરી. વિક્કી અત્યારે આરામ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિક્કી રાત્રે શૂટિંગ કરી રહ્યો હતો. ફિલ્મનો સેટ ગુજરાતના સૌથી મોટા શિપિંગ યાર્ડમાં લગાવવામાં આવ્યો હતો. ફિલ્મની ટીમ અહીં 5 દિવસથી શુટિંગ કરી રહી હતી. આ પહેલાં ફિલ્મનું પહેલું શિડ્યૂલ મુંબઈમાં શૂટ કરવામાં આવ્યું હતું.

આ હૉરર ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે. આ ફિલ્મથીઅ ડિરેક્ટર ભાનુ પ્રતાપ સિંહ ડેબ્યૂ કરી રહ્યા છે. તો વિક્કી કૌશલ સામે લીડ રોલમાં ભૂમી પેડનેકર જોવા મળશે. ફિલ્મની વાર્તા એક કિનારે નકામા પડેલા જહાજની છે. મળેલી માહિતી અનુસાર આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થઈ જશે. ફિલ્મો સિવાય બિક્કી કૌશલ, થોડા દિવસો પહેલાં તેની ગર્લફ્રેન્ડ હરલીન શેટ્ટી સાથેના બ્રેકઅપથી પણ ચર્ચામાં છવાયા હતો. હરલીન સાથેના બ્રેકઅપ બાદ વિક્કીનું નામ કેટરીના કૈફ સાથે જોડાવા લાગ્યું, જોકે બંનેએ તેને અફવા જ ગણાવી.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!