‘ઉરી’ની સફળતા બાદ વિક્કીએ કર્યું ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ, સોશિયલ મીડિયા પર થયો ખુલાસો

vicky kaushal

બોલિવુડને ‘સંજૂ’ અને ‘ઉરી’ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ વિક્કી કૌશલ ટોપ સ્ટાર્સની લિસ્ટમાં શામેલ થઈ ચુક્યો છે. હવે તેની પાસે ફિલ્મોની લાઈન છે. તે એક પછી એક મોટા પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો છે. વિક્કી પોતાની પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ રાખે છે. પરંતુ આ વખતે વિક્કીની લવ લાઈફને લઈને એક મોટી ખબર આવી છે.

View this post on Instagram

High Sir! #URI

A post shared by Harleen Sethi (@itsharleensethi) on

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિક્કી મોડલ અને ડાંસર હરલીન શેટ્ટીને ડેટ કરી રહ્યો હતો. પરંતુ હાલમાં જ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે હરલીને વિક્કીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો.

જ્યાં હરલીને વિક્કીને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટથી અલગ કરી દીધો છે. પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિક્કી સાથેની અમુક તસ્વીરો હજુ પણ છે. વિક્કીને અનફોલો કર્યા બાદ હરલીને હાર્ટ બ્રેકિંગ પોસ્ટ પણ લાઈક કરી છે.

તમને જણાવી દઇએ કે વિક્કી લાંબા સમયથી એક-બીજાને ડેટ કરે છે. આવામાં બન્નેના બ્રેકઅપની ખબર ચોકાવનારી છે. આ પહેલા કરણ જોહરના ટોર શો ‘કોફિ વિથ કરણ’માં વિક્કીએ કહ્યું હતું કે તે કરેક્ટ માણસને ડેટ કરી રહ્યો છે. વિક્કીના આ નિવેદનથી લાગી રહ્યું હતું કે હરલીન માટે ખૂબ સીરિયસ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter