GSTV

કેટરિના કૈફ સાથે વિક્કી કૌશલની ડિનર ડેટ, આ ફોટો વાયરલ થતાં બંનેના અફેરની ચર્ચાએ પકડ્યુ જોર

એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ ઘણીવાર જાહેર સ્થળો પર સાથે જોવા મળ્યાં છે. તેવામાં ખબરો મળી રહી છે કે બંને રિલેશનશિપમાં છે. હવે તાજેતરમાં જ બંનેને ડિનર પર સાથે સ્પોટ કરવામાં આવ્યાં બાદ આ ખબર પર મહોર લાગી ગઇ છે.

કેટરિના કૈફઅને વિક્કી કૌશલ બંને અનેક ઇવેન્ટ્સમાં એકસાથે નજરે આવતાં રહે છે. જેથી કેટરિના અને વિક્કી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અટકળો તેજ થઇ છે. હવે કેટરિના અને વિક્કી બંનેને મુંબઇની હેમંત ઓબેરોય રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યાં હતાં.

ફોટો થઇ રહ્યો છે વાયરલ

આ દરમિયાન વિક્કી કેઝ્યુઅલ ફુલ-સ્લીવ્સ શર્ટ, જીન્સ અને શૂઝમાં નજરે આવ્યો તો કેટરિના એક શોર્ટ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. જેને તેણે કેઝ્યુઅલ શૂઝ સાથે પેર કર્યો હતો. ડિનર બાદ તેણે રેસ્ટોરન્ટના માલિક સાથે એક સાથે તસવીર ખેંચાવી હતી.

બંને એક્ટર્સના નજીકના એક સૂત્રએ તાજેતરમાં જણાવ્યું હતું કે બંને વચ્ચે એક ડેવલપિંગ રિલેશનશિપ છે. વિક્કી, કેટરિનાની ખૂબસુરતીથી સંપૂર્ણ રીતે પ્રભાવિત છે અને તેના મિત્રોને કેટરિના વિશેની એકપણ વાત કહેવાની તક જતી નથી કરતો.

વિક્કી કૌશલના સિતારાઓ આજકાલ બુલંદીઓ પર છે. ફિલ્મ ઉરી હિટ થયા બાદ તેની પાસે ઢગલાબંધ ફિલ્મો છે. વિક્કીની પ્રોફેશનલ લાઇફ વિશે તો સૌકોઇ જાણે છે પરંતુ તેની પર્સનલ લાઇફ ઘણી સિક્રેટ છે. તે પોતાની પર્સનલ લાઇફ વિશે ઘણી ઓછી વાત કરે છે. હવે ઇન્ડિયા ટુ ડે કૉન્કલેવ 2019માં વિક્કી કૌશલે કેટરિના કૈફ સાથે પોતાના અફેર વિશે ખુલીને વાતચીત કરી. સાથે જ તેણે જણાવ્યું કે જ્યારે તેના માતા-પિતાએ આ ખબર વાંચી ત્યારે તેમનું કેવું રિએક્શન હતુ.

જણાવી દઇએ કે વિક્કી કૌશલે ઇન્ડિયા કૉન્કલેવના ધ આર્ટ એન્ડ ધ મેન: વૉટ ગિવ મી જોશ ઇન બોલીવુડ સેશનમાં હાજરી આપી હતી. આ સેશનને સુશાંત મહેતાએ મોડેરેટ કર્યુ.

અહીં કેટરિના કૈફ સાથે અફેરની ખબરોને વિક્કીએ ફક્ત અફવા ગણાવી છે. તેણે કહ્યુ કે, હું સવારે ઉઠ્યો અને ન્યૂઝ પેપરમાં લિંકઅપની ખબર હતી. મારા માતા-પિતા ત્યાં જ બેઠા હતા. તેઓ મારી રાહ જોઇ રહ્યાં હતાં કે હું આવુ અને આ ખબર વાંચુ. મે પેપર વાંચ્યુ અને જોયુ તો મારા માતા-પિતા હસી રહ્યાં હતા. તેમણે મને કહ્યું કે જે પેસ પર જઇ રહ્યો છે તે અમને તો જણાવી દે. દરરોજ કંઇકને કંઇક આવી રહ્યું છે. મે કહ્યું કે મને પણ નથી ખબર કે આ શું થઇ રહ્યુ છે. હું ફક્ત એટલુ કહીશ કે આ ફક્ત એક અફવા છે.

જ્યારે વિક્કીને પૂછવામાં આવ્યું કે શું તે સેટલ ડાઉન થવા જઇ રહ્યો છે? આ સવાલના જવાબમાં વિક્કીએ કહ્યું કે, લવ લાઇફ પ્રોજેક્ટ નથી જેના પર હું કહું કે તેના પર કામ કરવુ જોઇએ. જ્યારે થવાનું હશે ત્યારે થઇ જશેય તેને બસ ચાલવા દો.

જણાવી દઇએ કે તાજેતરમાં જ વિક્કી કૌશલનું નામ કેટરિના કૈફ સાથે જોડવામાં આવ્યુ હતુ. જો કે કેટરિનાએ આ મામલે મૌન સેવી રાખવાનું પસંદ કર્યુ છે.

Read Also

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!