GSTV

વિક્કી કૌશલ-હરલીનના બ્રેકઅપ માટે કેટરિના નહી આ હસીના છે જવાબદાર, નામ જાણશો તો દંગ રહી જશો

Vicky Kaushal

Last Updated on March 22, 2019 by Mayur Vora

બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ મોટાભાગે પોતાની ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે પોતાની ફિલ્મોને લઇને નહી પરંતુ પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. વિક્કી જ્યારે ફિલ્મ ‘મનમર્ઝિયા’નું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે ખુલાસો થયો હતો કે તે ડાન્સર અને મોડલ હરલીન શેટ્ટીને ડેટ કરી રહ્યો છે. પરંતુ તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યાં છે કે વિક્કી અને હરલીનનું બ્રેકઅપ થઇ ગયુ છે.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિક્કીએ હરલીનને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી. વિક્કીને અનફોલો કર્યા બાદ હરલીને કેટલીક હાર્ટ બ્રેકિંગ પોસ્ટ પણ લાઇક કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે વિક્કી અને હરલીનના બ્રેકઅપનું કારણ કેટરિના કૈફ છે. વિક્કી અને કેટરિના વચ્ચે ઘટતુ જતુ અંતર હરલીન અને વિક્કીના બ્રેકઅપનું કારણ છે.

પરંતુ તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે આ બ્રેકઅપ પાછળ કેટરિના નહી પરંતુ ભુમિ પેડનેકરનો હાથ છે. વિક્કી હાલ એક હોરર ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ભુમિ કેમિયો રોલ કરી રહી છે. આ ફિલ્મના સેટ પર જ વિક્કી અને ભુમિની મુલાકાત થઇ. વિક્કી અને ભુમિની નઝદીકીયો વધી તે હરલીનને પસંદ ન આવ્યું. હલે હરલીને વિક્કી અને પોતાના રસ્તા અલગ કરી નાંખ્યા છે.

View this post on Instagram

Caught doin what I do best ? ? @khamkhaphotoartist

A post shared by Harleen Sethi (@itsharleensethi) on

જ્યાં હરલીને વિક્કીને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટથી અલગ કરી દીધો છે. પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિક્કી સાથેની અમુક તસ્વીરો હજુ પણ છે. વિક્કીને અનફોલો કર્યા બાદ હરલીને હાર્ટ બ્રેકિંગ પોસ્ટ પણ લાઈક કરી છે.

તમને જણાવી દઇએ કે વિક્કી લાંબા સમયથી એક-બીજાને ડેટ કરે છે. આવામાં બન્નેના બ્રેકઅપની ખબર ચોકાવનારી છે. આ પહેલા કરણ જોહરના ટોર શો ‘કોફિ વિથ કરણ’માં વિક્કીએ કહ્યું હતું કે તે કરેક્ટ માણસને ડેટ કરી રહ્યો છે. વિક્કીના આ નિવેદનથી લાગી રહ્યું હતું કે હરલીન માટે ખૂબ સીરિયસ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ ટૂંક સમયમાં ફિલ્મ તખ્તમાં નજરે આવશે. તેવામાં તાજેતરમાં જ વિક્કીની ફિલ્મ ઉરીએ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી.

Read Also

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!