વિકી કૌશલે બોક્સ ઓફિસ પર પણ કરી સર્જિકલ સ્ટ્રાઇક, ઘણાનાં રેડોર્ડ ઘુસી ઘુસીને તોડ્યાં

વિકી કૌશલ, યામી ગૌતમ અને કિર્તી કુલહારી સ્ટાર ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. ફિલ્મે ત્રણ દિવસની અંદર અંદાજીત 35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલાં દિવસે 8.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે શનિવારે ફિલ્મે 12.43 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને રવિવારે ત્રીજા દિવસે ફિલ્મ 15.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ સાથે જ ફિલ્મે ત્રણ દિવસની અંદર જ 34.73 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની કમાણી દિવસે અને દિવસે વધતી જાય છે. સાથે જ ફિલ્મની આખી ટીમનાં વખાણ પણ થઇ રહ્યાં છે. ક્રિટિક્સથી માંડીને જનતા પણ તેનાં વખાણ કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મની કમાણીનાં આંકડા શેર કર્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter