GSTV
India News ટોપ સ્ટોરી

ઉપ રાષ્ટ્રપતિ ચૂંટણી/ સંસદ ભવનમાં ૧૦ થી ૫ વચ્ચે મતદાન, એનડીએના જગદીપ ધનખડ અને માર્ગરેટ અલ્વા વચ્ચે ટક્કર

આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. સવારે 10થી સાંજે પાંચ વાગ્યા વચ્ચે સંસદ ભવનમાં સાંસદો મતદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિરોધ પક્ષોના ઉમેદવાર માર્ગરેટ અલ્વા વચ્ચે ટક્કર છે. જોકે મતોની સંખ્યાના આધારે એનડીએના ઉમેદવાર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડનો વિજય થવાની શક્યતા વધારે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્ત્વવાળી તૃણમુલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ સાધવામાં આવી ન હોવાનો આક્ષેપ મૂકીને મતદાન પ્રક્રિયામાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. ૭૧ વર્ષીય ધનખડ રાજસ્થાનના જાટ સમુદાયના છે. જ્યારે ૮૦ વર્ષીય અલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને તેઓ રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ છે. મતદાન પૂર્ણ થતાની સાથે તરત જ મતગણતરી કરાશે અને મોડી સાંજ સુધીમાં દેશના નવા ઉપ રાષ્ટ્રપતિની જાહેરાત કરી દેવામાં આવશે.

ધનખડ

આંકડા પર નજર નાખીએ તો પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડનો વિજય થવાની શક્યતા વધારે છે.

વિરોધ પક્ષોમાં ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મતભેદ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્ત્વવાળી તૃણમુલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ સાધવામાં આવી ન હોવાનો આક્ષેપ મૂકીને મતદાન પ્રક્રિયામાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ૮૦ વર્ષીય અલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને તેઓ રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ છે. ૭૧ વર્ષીય ધનખડ રાજસ્થાનના જાટ સમુદાયના છે. સંસદ ભવનમાં સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે.

મતદાન પૂર્ણ થતાની સાથે તરત જ મતગણતરી કરાશે અને મોડી સાંજ સુધીમાં દેશના નવા ઉપ રાષ્ટ્રપતિની જાહેરાત કરી દેવામાં આવશે.

Read Also

Related posts

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Karan

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો

Bansari Gohel
GSTV