GSTV
Gujarat Government Advertisement

યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર કહી રહ્યા છે, ‘રાવણ પાસે 24 વિમાન સહિત શ્રીલંકામાં ઘણા હવાઈ અડ્ડા હતા’

Last Updated on January 5, 2019 by Mayur

બિપ્લબ દેબે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે મહાભારતકાળમાં ઈન્ટરનેટ હતું. એ પછી મહાભારતકાળમાં કઈ કઈ વસ્તુઓ હતી તેની ચર્ચાઓ થવા લાગી હતી. સોશિયલ મીડિયા પર પણ આ વાતની ચર્ચા છેડાઈ હતી અને બિપ્લબ દેબ પર ટીકા ટીપ્પણીઓ થઇ હતી. ત્યારે હવે વધુ એક કારણોસર એક યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર ચર્ચામાં છે. આ કારણ પણ મહાભારત અને રામાયણ સાથે સંલગ્ન છે. જો કે તે વિજ્ઞાન સાથે જોડાયેલું છે.

આંધ પ્રદેશની યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર નાગેશ્વર રાવે શુક્રવારે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં દાવો કર્યો છે કે કૌરવોનો જન્મ સ્ટેમ સેલ અને ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી થયેલો હતો. ભારતે હજ્જારો વર્ષ પહેલા આ જ્ઞાનને મેળવી લીધું હતું. રાવે પોતાના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, ભગવાન રામે અસ્ત્રો અને શશ્ત્રોનો ઉપયોગ કર્યો જે લક્ષ્યને પાછળ છોડી શકે. તે નિશાન પર ગયા પછી પરત ફરી શકે છે.

તેનાથી ખ્યાલ આવે છે કે મિસાઈલોનું વિજ્ઞાન ભારત દેશની પાસે હતું. અને આ આજની વાત નથી આ વાત છે હજ્જારો વર્ષ પહેલાની. રાવે વધુમાં જણાવ્યું કે, રામાયણમાં રાવણ પાસે માત્ર પુષ્પક વિમાન નહીં પણ અલગ અલગ પદ્ધતિના ઘણા વિમાનો હતા. એ વિમાનોની સંખ્યા 24 હતી. રાવણના શ્રીલંકામાં હવાઈ અડ્ડા હતા અને તે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરતો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિ હેરાન થાય છે અને વિશ્વાસ નથી હોતો કે ગાંધારીના 100 બાળકો કેવી રીતે હોઈ શકે ? મનુષ્ય માટે આ અશક્ય કામ છે. શું કોઈ મહિલા પોતાના જીવનમાં 100 બાળકો પેદા કરી શકે ?

તેમણે આગળ કહ્યું કે, હવે આપણે માનીએ છીએ કે ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળકો ઉતપન્ન થઈ શકે છે. મહાભારતમાં કહેવામાં આવે છે કે 10 ઇંડાઓને ઘડામાં રાખવામાં આવ્યા. આ દેશમાં સ્ટેમસેલ શોધ હજ્જારો વર્ષો પહેલાથી હતી. વર્ષો પહેલા તેની શોધ થઈ હતી. ત્યારે આ મુદ્દાઓ પર વિભિન્ન જગ્યાએ ચર્ચાઓ થઇ રહી છે કે શું રામાયણ અને મહાભારત કાળની ટેક્નોલોજી વર્ષો પહેલા હતી અને એ જ ટેક્નોલોજીનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!