વાઈબ્રન્ટ ગુજરાતમાં મેડિકલ MOU થશે, પણ ખુદ સરકારના મંત્રીઓ ખાનગી સારવાર લે છે

એક બાજુ રાજય સરકાર ગુજરાતને મેડિકલ ટુરિઝમ હબ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. અને વિદેશી કંપનીઓ પાસે ગુજરાતમાં મેડિકલમાં વધુ રોકાણ કરે તે માટે વાઇબ્રન્ટ સમીટમાં એમઓયુ પણ કરી રહ્યું છે. પરંતુ નવાઈ ની વાત એ છે કે રાજયના આરોગ્ય વિભગના અધિકારીઓ ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં અત્યાધુનિક ટેકનોલોજીથી દર્દીઓને સારામાં સારી સારવાર મળતી હોવાનો દાવો કરી રહ્યાં છે.

તો બીજીબાજુ સરકારના જ પ્રધાનોને સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર વિશ્વાસ ન હોય તેમ ખાનગી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. તાજેતરમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પોતાના ઘૂંટણની સારવાર માટે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરાવી. તો ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ મોઢાના કેન્સર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી. આ મામલે આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવું તે દરેક વ્યકિતનો પોતાનો અંગત નિર્ણય હોય છે. અને આ માટે તેમને દબાણ ન કરી શકાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter