મોદી સાથે 12 દેશોના 30 હજાર મહેમાનોને અપાયું અામંત્રણ, રૂપાણી સરકારનો છે આ પ્લાન

વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઇ તેમને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019નું ઉદ્ઘાટન કરવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ આ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપૂર્ણ વિગતોથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.

વાયબ્રન્ટ સમિટ 2019માં આફ્રિકા ડેની ઉજવણી કરાશે

કેન્દ્ર સરકારના વિભાગોને પણ આ સમિટની સફળતા માટે સહયોગ મળી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે આ વખતે સમિટમાં વિશ્વના 12 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે તેમજ 100થી વધુ રાષ્ટ્રોના 30 હજાર જેટલા ડેલીગેટ્સ પણ સમિટમાં આવશે. તેમણે કહ્યું કે વાયબ્રન્ટ સમિટ 2019માં આફ્રિકા ડેની ઉજવણી કરીને આફ્રિકા સાથે એક્સપોર્ટ અને ઇન્વેસ્ટિમેન્ટ સહિતના સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધવું છે. MSME સેક્ટરને પણ સમિટમાં સમાવિષ્ટ કરવાના આયોજનની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

ફેસ્ટિવલમાં નાના મોટા ટ્રેડર્સને વેપારની તક મળશે 

વાયબ્રન્ટ સમિટની આ 9મી કડીમાં આ વર્ષે 15થી 27 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે. વિજય રૂપાણીએ ઉમેર્યું કે આ શોપિંગ ફેસ્ટિવલમાં નાના મોટા ટ્રેડર્સને વેપારની તક મળશે. પ્રધાનમંત્રી સાથેની મુખ્યમંત્રીની આ બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અગ્ર સચિવ મનોજ કુમાર દાસ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter