GSTV

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ/ નવા વેરિયન્ટને લીધે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી દશા, 15 દિવસ કવોરન્ટાઇન થવા કોણ નવરૂં હોય !

VIBRANT summit

Last Updated on December 8, 2021 by Pravin Makwana

એમિક્રોન વેરિયન્ટે સમગ્ર દુનિયા ગભરાટનો માહોલ પેદા કર્યો છે. આ નવા  વેરિયન્ટે આખરે ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. હવે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા વ્યસ્ત છે પણ અનેક સવાલો સર્જાયા છે. વિદેશથી આવતા ડેલિગેટસોને ફરજિયાત સાત દિવસ કવોરન્ટાઇન થવુ પડશે. આ કારણોસર ડેલિગેટ્સોએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એક સપ્તાહ પહેલાં આવવુ પડશે.

પરિણામે આમંત્રિતો આઠ-દસ દિવસ ગુજરાતમા આવીને હોટલમાં પુરાઇ રહે તે શક્ય નથી.કદાચ આમંત્રિતો આવે તો ય ખાતરદારી મોંઘી પડે તેમ છે. ટૂંકમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પહેલાં જો અને તો વચ્ચેની સિૃથતી નિર્માણ થઇ છે. પાટનગર ગાંધીનગરમાં ય મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારનુ આખુય તંત્ર ઉંધા માથે છે.

VIBRANT-GUJARAT

અત્યારે તો બધીય કામગીરી છોડી મોટાભાગના વિભાગના અિધકારીઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કામે લાગ્યા છે. હવે જયારે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાયો છે. ભારતમાં વધતા જતાં કેસોને પગલે 11 હાઇરિસ્ક દેશોમાંથી આવતાં મુસાફરો માટે સાત દિવસ કવોરન્ટાઇન થવુ ફરજિયાત કરાયુ છે.

ખુદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જ આ વાત કહી છેકે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના પગલે હવે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારા આમંત્રિતો – ડેલિગેટ્સોનેય સાત દિવસ કવોરન્ટાઇન થવુ પડશે.  હવે સવાલ એ ઉભો થયો છેકે, જો વિદેશી ડેલિગેટસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એકાદ-બે દિવસ પહેલાં આવેને સાત દિવસ સુધી કવોરન્ટાઇન થાય તો સમિટમાં ભાગ લેવા મળી શકે નહી. આ જોતાં આમંત્રિતો-ડેલિગેેટ્સોએ એક સપ્તાહ પહેલા આવવુ પડશે.

અત્યાર સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારાં ડેલિગેટ્સો એેકાદ-બે દિવસ જ રોકાતા હતાં. હવે સાત-દસ દિવસ હોટલમાં વિતાવવા પડે તેવી સિૃથતી છે. કોઇપણ વિદેશી ડેલિગેટ્સ ગુજરાતમાં આવીને હોટલમાં સાત-દસ દિવસ પુરાઇ રહે તેવુ માનવુ ભૂલભરેલુ છે. કદાચ ડેલિગેટ્સ રહે તો રહેવા જમવા સહિતની ખાતરદારીનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે. આમ, ઘાટ કરતાં ઘડામણ જેવી સિૃથતીનું નિર્માણ થયુ છે.

અિધકારીક સૂત્રોના મતે, કેટલાંય દેશોના આમંત્રિતો- ડેલિગેટ્સોએ હજુ સુધી ગુજરાત આવવાનુ કન્ફર્મેશન જ આપ્યુ નથી.આ ઉપરાંત સરકારના ઉદ્યોગ વિભાગના અિધકારીઓ આ મામલે મોન દાખવીને બેઠા છે. આ જોતાં વિદેશથી મહાનુભાવો આવે તેવી શક્યતા ઓછી છે જેથી વર્ચ્યુઅલ સમિટ યોજવા વિચારાઇ રહ્યુ છે.

15 દિવસ કવોરન્ટાઇન થવા કોણ નવરૂં હોય

ગુજરાતથી પરત જશે તો ડેલિગેટ્સે દેશમાં ય કવોરન્ટાઇન થવું પડશે

નવા વેરિએન્ટે દેખા દેતાં વિશ્વના મોટાભાગના દેશોએ માર્ગદર્શિકા જાહેર કરી છે તે મુજબ વિદેશના મુસાફરોએ ભારતમાં આવે તો સાત દિવસ ફરજિયાત કવોરન્ટાઇન થવુ પડે.એટલું જ નહી, પરત જાય તો તેના દેશમાં ય કવોરન્ટાઇન થવુ પડે.

આ જોતાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવો હોય તો ડેલિગેટ્સને પંદરેક દિવસ કવોરન્ટાઇન થવુ પડે. આજની ફાસ્ટ લાઇફમાં કયા ડેલિગેટ્સ પાસે આટલો સમય હોય,કોણ નવરૂ હોય. તો આટલો સમય વ્યતિત કરે તે ચર્ચાનો વિષય બન્યો છે.  આ શક્યતાને જોતાં મોટાભાગના દેશોના ડેલિગેટ્સ આ વિચારીને જ ગુજરાત આવવાનુ ટાળી રહ્યા છે.

READ ALSO

Related posts

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

વિધાનસભા ચૂંટણીની તૈયારી / ગુજરાત યુથ કોંગ્રેસે જનરલ સેક્રેટરીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જુઓ કોણ ક્યા કરશે સંગઠન માટે કામ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!