પ્રીપેડ પ્લાન્સમાં પોસ્ટપેડની તુલનામાં ઘણા બધા બેનિફિટ્સ હોય છે. એક ખાસ બેનિફિટની વાત કરીએ તો યુઝર્સને તેમાં ડાટા ખતમ થવા અને કૉલિંગ ખતમ થવાનું ટેન્શન નથી લેવું પડતું. યુઝર્સ સતત કૉલિંગ કરી શકે છે સાથે જ ઈન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકે છે અને તેના માટે તેમને દર મહિને રિચાર્જ પણ નથી કરાવવું પડતું. જો તમે vi યુઝર છો અને પોતાના પ્રીપેડ કનેક્શનને પોસ્ટપેડમાં સ્વિચ કરાવવા માંગો છો અને સારો પ્રીપેડ પ્લાનવાળો બેનિફિટ્સ લેવા માંગો છો તો આજે અમે તમારા માટે viનો એક તગડો પ્લાન લઈને આવ્યા છીએ.

ક્યો પ્લાન અને શું છે તેની ખાસિયત
Viના જે પ્લાન વિશે અમે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 401 રૂપિયા છે. આ કંપનીનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન છે, તેમ છતા પણ તેમાં ઘણા બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. જો વાત કરીએ આ પ્લાનમાં મળતા બેનિફિટ્સની તો તેમાં તમને 50gb ડાટા મળી જાય છે અને જે બેકાર નથી થતો કારણ તે તેમાં તમને 200gb મંથલી ડાટા રોલઓવર મળી જાય છે. આ સાથે જ આ પ્લાનમાં તમને 3000 sms દર મહિને મળી જાય છે.
આ પ્લાનમાં મળતા કેટલાક અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં તમને રાતે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડાટા આપવામાં આવે છે જેનો અર્થ એ થયો કે તમે જેટલું મરજી એટલું ઈન્ટરનેટ વાપરી શકો છો ફિલ્મો જોઈ શકો છો મ્યુઝિક સાંભળી શકો છો કે પછી પોતાની પસંદગીના કન્ટેન્ટને ડાઉનલોડ કરી શકો છો. ખાસ વાત એ છે કે આ ઈન્ટરનેટની સ્પીડ એટલી જોરદાર રહે છે કે તમને વિશ્વાસ જ નહીં થાય કે આ સંપૂર્ણ રીતે ફ્રી છે અને અનલિમિટેડ છે.
એટલું જ નહીં તમને આ પ્લાનમાં ઓટીપી બેનિફિટ્સ પણ આપવામાં આવે છે જેમાં તમને સોનીલિવ મોબાઈલ સાથે જ વીઆઈ મૂવીસ અને ટીવી એપનું સબ્સક્રિપ્શન સાથે હંગામા મ્યુઝિક એપ, વીઆઈ ગેમ્સ અને નાઈટ બિંજ પણ મળી જાય છે. આ પ્લાનમાં તમને આખા દેશમાં ક્યાય પણ free અનલિમિટેડ કૉલિંગ બેનિફિટ પણ મળી જાય છે.
READ ALSO
- કચ્છ/ ચિત્તા બ્રીડિંગ સેન્ટર શરૂ કરવાનો માલધારીઓનો વિરોધ, બન્નીના 19 ગામના લોકોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
- 50 વર્ષ બાદ મકરમાં સૂર્ય અને મંગળનો રચાશે સંયોગ, 2024નું વર્ષ આ રાશિના જાતકો માટે શુભ
- Appleનો મોટો નિર્ણય / બ્લોક થઈ આ પોપ્યુલર એપ, એન્ડ્રોઈડ યુઝર્સને લાગ્યો મોટો ઝટકો!
- શેરબજારમાં આ તેજી ભારતીય અર્થતંત્રનું ભ્રામક ચિત્ર રજૂ કરી રહી છેઃ રઘુરામ રાજન
- વર્ષ 2023માં કમાણી મામલે આ છે ટોપ 5 ફિલ્મો, વિશ્વભરમાં 650 કરોડથી વધુની કમાણી કરવામાં થઈ સફળ