GSTV

આનંદો / Vi પોતાના ગ્રાહક માટે લાવ્યુ આ ખાસ સુવિધા, ઘરબેઠા લઈ શકો છો ડૉકટરની સલાહ

પોતાના ગ્રાહકોને ચેટ અને વીડિયો દ્વારા મેડિકલ કંસલ્ટેશન પહોંચાડવા માટે વોડાફોન આઈડિયાએ આજે AI પાવર્ડ હેલ્થકેર પ્લેટફોર્મ MFINE સાથે ભાગીદારી કરી છે. Viના ગ્રાહક Vi એપ દ્વારા કોઈ ચાર્જ વગર 600થી વધારે હૉસ્પિટલોના 4000થી વધારે ડૉકટર્સ સાથે વાતચીત કરી સલાહ લઈ શકશે. કંપનીએ આ સુવિધાની શરૂઆત હાલના સમયને ધ્યાનમાં રાખીને કરી છે. કારણ કે, કોરોના કાળમાં લોકો માટે બહાર જઈને ડૉકટર્સ પાસેથી સલાહ લેવાનું મુશ્કેલ બન્યુ છે.

Vi એપ દ્વારા ગ્રાહક દેશભરમાં રહેલા 4000 ડૉકટર્સને વગર ચાર્જે કનેકટ થઈ શકશે. તેની સાથે જ તે પોતાના પાછલા મેડિકલ રીપોર્ટસની ફોટો, પ્રિસ્ક્રીપ્શન વગેરેને પણ અપલોડ કરી શકશે. જેથી તબીબ તેને એનેલાઈઝ કરી શકે અને ત્યારબાદ વીડિયો કૉલ અથવા ચેટ દ્વારા તેઓને સલાહ આપી શકે.

ડૉકટર સાથે કનેકટ થવા માટે કરવું પડશે આ કામ

– જો ગ્રાહક ડૉકટર સાથે કનેકટ થવા માંગે છે તો તેના માટે તેમણે Vi એપમાં આપેલા unlock a better tomorrow with

– Viસેકશનમાં જવુ પડશે. જેમાં વ્યૂ ડિટેલ્સના ઓપ્શન સાથે MFine કાર્ડ દેખાશે.

-જેના પર કલિક કર્યા બાદ ડિસ્ક્રિપ્શન સાથે claim your benefit ઓપ્શન દેખાશે. જેના પર કલિક કર્યા બાદ Proceed બટન દેખાશે.

-Proceed પર કલિક કર્યા બાદ તે તમને MFine app પર લઈ જશે અથવા તો તેને ઈન્સ્ટોલ કરવાનું કહેશે.

-MFine app એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તમારે તમારા Vi નંબરથી તેમાં રજીસ્ટર કરવુ પડશે.

– જે બાદ તમારે બીમારી અને ડૉકટરને સિલેકટ કરવાનું રહેશે અને બાદમાં તમે સલાહ લેવાનું શરી કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, તેનમી સાથે Vi ના ગ્રાહક Vi એપમાં રહેલા કોડનો ઉપયોગ કરીને MFine કેરની એક મહિનાની મેમ્બરશીપ પણ લઈ શકે છે. જેનાથી ગ્રાહક તમામ કંસલ્ટેશન પર 50 ટકા છૂટ સાથે હેલ્થ ચેકઅપ પેકેજ પર 20 ટકાની વધારે છૂટ મેળવી શકે છે.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!