GSTV

Vi બન્યું ભારતનું સૌથી ઝડપી મોબાઈલ નેટવર્ક, Airtel નંબર-2 અને ત્રીજા નંબરે Jio

ભારતીય અગ્રણી ટેલિકોમ VI (વોડાફોન આઈડિયા) એ ભારતમાં સૌથી ઝડપી નેટવર્ક તરીકે ઉભરી આવ્યું છે. 2020 ના ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. નેટવર્ક એનાલિસ્ટ અને સ્પીડ ટેસ્ટ ફર્મ Ooklaના જણાવ્યા અનુસાર, VI ની સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ 13.47 Mbps હતી, જ્યારે સરેરાશ અપલોડ સ્પીડ 6.19 Mbps રહી છે. VI (Vodafone Idea) પછી, ઝડપી નેટવર્કની દ્રષ્ટિએ એરટેલ બીજા ક્રમે છે. આ કંપનીની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 13.58 Mbps રહી છે, જ્યારે તેનું સરેરાશ અપલોડ 4.15 Mbps થયું છે.

ફાસ્ટેસ્ટ નેટવર્કના મામલામાં રિલાયન્સ જિઓ ત્રીજા નંબરે છે. રિલાયન્સ જિઓની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.71 Mbps હતી, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં સરેરાશ અપલોડ સ્પીડ 3.41 Mbps હતી. મોબાઈલ ડાઉનલોડની સ્પીડ વિશે વાત કરીએ તો તે શહેર પ્રમાણે અલગ છે. ઉદાહરણ તરીકે, સરેરાશ ડાઉનલોડ સ્પીડ ત્રીજા ક્વાર્ટરમાં હતી, જ્યારે બીજો નંબર મુંબઇનો રહ્યો હતો. દિલ્હી 13.04 Mbps મોબાઇલ ડાઉનલોડ સ્પીડના મામલામાં છઠ્ઠા ક્રમે છે.

Jioએ ઉપલબ્ધતામાં મારી બાજી..

ભારતમાં 4 જી ઉપલબ્ધતાની વાત કરીએ તો રિલાયન્સ જિયો 99.7 ટકા 4 જી ઉપલબ્ધતા સાથે નંબર -1 પર છે, જ્યારે એરટેલ 98.7% સાથે બીજા નંબરે છે. ત્રીજો નંબર VI છે, જેની 4 જી ઉપલબ્ધતા 91.1% છે.

મોબાઇલ ડેટા સ્પીડમાં ભારત પાછળ..

Ooklaએ તાજેતરમાં મોબાઇલ ડેટાની સ્પીડની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ભારત 131 મા ક્રમે છે. આ લિસ્ટમાં કુલ 138 દેશો છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારત બેથી ત્રણ સ્થાને નીચે જતું રહ્યુ છે. પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા ભારતના પડોશી સ્પીડની દ્રષ્ટિએ ભારતથી ઉપર છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!