GSTV
Home » News » લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને અડચણ નહીં બને VHP, ધર્મસભામાં લેવાયા આ નિર્ણયો

લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને અડચણ નહીં બને VHP, ધર્મસભામાં લેવાયા આ નિર્ણયો

પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં મળેલી વીએચપીની ધર્મસભામાં રામ મંદિર નિર્માણના પ્રસ્તાવને મંજૂરી મળી છે. જોકે, રામ મંદિર કયારે બનાવવામાં આવશે તે અંગે કોઈપણ પ્રકારની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે, આગામી ચાર મહિનામાં રામ મંદિર માટે કોઈપણ પ્રકારનું આંદોલન કરવામાં નહીં આવે.

વીએચપીએ આ પ્રકારનો નિર્ણય લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધો છે. આ ઉપરાંત વીએસપીએ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી જમીન અંગેની અરજીનું સ્વાગત કર્યુ છે. આટલુ જ નહીં વીએચપીનું માનવુ છે કે, લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદો ઉઠાવવામાં આવશે તો રામ મંદિરને ચૂંટણીલક્ષી ગણવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, શુક્રવારે પ્રયાગરાજમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતના સંબોધન દરમ્યાન રામ મંદિરની તારીખને લઈને હોબાળો મચ્યો હતો. જે બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ હતું.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!