GSTV
Home » News » આજે વિશ્વ હિંદુ પરિષદમાં ચૂંટણી, આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ભૂમિકા થશે નક્કી

આજે વિશ્વ હિંદુ પરિષદમાં ચૂંટણી, આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ભૂમિકા થશે નક્કી

52 વર્ષમાં પહેલીવાર વિશ્વ હિંદુ પરિષદમાં ચૂંટણીઓ યોજાઈ વિશ્વ હિંદુ પરિષદમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે ગુરુગ્રામ ખાતે યોજાનારી વીએચપીની ચૂંટણીમાં તેના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ભૂમિકા નક્કી થવાની છે.

વીએચપીના અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તોગડિયાના સ્થાને આરએસએસની પસંદગીના વી. કોકજે વીએચપીના અધ્યક્ષ બને તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ગત ડિસેમ્બરમાં ભુવનેશ્વર ખાતે વીએચપીના સદસ્યોની એક બેઠક યોજાઈ હતી અને તેમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા અધુરી રહી હતી.

બે ઉમેદવારોમાં પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર તથા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિષ્ણુ સદાશિવ કોકજે યથાવત છે.વીએચપીની ચૂંટણીમાં તોગડિયા રેડ્ડીનું સમર્થન કરી રહ્યા છે.

વીએચપીના અધ્યક્ષ તરીકે રાઘવરેડ્ડી સતત ત્રીજી ટર્મ મેળવવા માટે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. વીએચપીમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષને પરિષદના સદસ્ય મતદાનની પ્રક્રિયા દ્વારા ચૂંટે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષની પસંદગી ચૂંટાયેલા વીએચપીના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. રાઘવ રેડ્ડીએ વીએચપી અધ્યક્ષ તરીકેની બે ટર્મમાં તોગડિયાને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે.

વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનાના 52 વર્ષમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે મતદાન દ્વારા ચૂંટણીઓ યોજાઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માટે રાઘવ રેડ્ડી અને વી. કોકજે વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.

કોકજેને સંઘ સમર્થિત ઉમેદવાર માનવામાં આવે છે અને રાઘવ રેડ્ડી તોગડિયા સમર્થિત ઉમેદવાર છે. ગુરુગ્રામ ખાતે 273 મતદાતાઓ વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષને ચૂંટવા માટે વોટિંગ કરવાના છે. મતદાનની પ્રક્રિયા સવારે 11 વાગ્યે શરૂ થશે અને ચૂંટણીના પરિણામો બપોરે અઢી વાગ્યે સામે આવશે. આખી ચૂંટણી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ થવાનું છે.

ડૉ. પ્રવીણ તોગડિયાના ભાજપ અને આરએસએસ સાથેના સંબંધો ખરાબ થયા બાદ વીએચપીના આગામી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પર સૌની નજરો મંડાયેલી છે. ચૂંટણી પહેલા તોગડિયાએ આરોપ લગાવ્યો હતો કે વોટર લિસ્ટમાં 37 નકલી વોટર્સ છે.

બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદના સંગઠન મહામંત્રી ચંપતરાયે સ્પષ્ટતા કરી હતી કે પ્રવીણ તોગડિયાની સાથે આવેલા કેટલાક બહારી વ્યક્તિઓએ વીએચપીના દિલ્હીના આર. કે. પુરમ ખાતેના કાર્યાલયમાં આવીને ધક્કામુક્કી કરીને ચૂંટણીને બાધિત કરવાની કોશિશ કરી હતી. ચંપતરાયનો આરોપ હતો કે બહારથી આવનારા લોકોને ભ્રમિત કરવા અને ચૂંટણીમાં વોટ નાખી શકે નહીં તેના માટે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી.

વીએચપીના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યુ છે કે વિશ્વ હિંદુ પરિષદના એક જૂથે સંગઠનમાં પદમાં પરિવર્તનની વાત કરી છે અને સામેના જૂથે પદ છોડવાનો ઈન્કાર કર્યો છે. સુરેન્દ્ર જૈને કહ્યુ છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થશે અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાવવામાં આવશે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચૂંટણીનું દબાણ બનાવાયા હોવાની વાતને રદિયો આપતા કહ્યુ છે કે વિશ્વ હિંદુ પરિષદ એક સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી વખતે આરએસએસના વરિષ્ઠ પદાધિકારી પણ હાજર રહેવાના છે.

હાલ પ્રવીણ તોગડિયા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ છે અને રાઘવ રેડ્ડી વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે. બંનેનો કાર્યકાળ ગત વર્ષ પૂર્ણ થઈ ચુક્યો છે. તોગડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેના સંબંધો ઠીકઠાક નથી. તેઓ વખતોવખત મોદી સરકારની આકરી ટીકા કરતા રહ્યા છે. તેથી ભાજપ અને સંઘની મનસા છે કે 2019ને જોતા તોગડિયા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ બને નહીં. કારણ કે તેમના પદ પર આસિન રહેવાની સ્થિતિને સરકાર માટે યોગ્ય માનવામાં આવતી નથી.

Related posts

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva

મંત્રી બન્યા પછી પણ અધુરી હતી આ ઈચ્છા, તેથી ભુલમાં ધારાસભ્યએ લીધા મુખ્યમંત્રીના શપથ

Kaushik Bavishi

જો તમે તમે ધીમા નેટથી છો પરેશાન, તો આ એપ છે તે સમસ્યાનો ઉકેલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!