GSTV
India News Trending

રામમંદિર માટે VHPએ 36 સંતોની બોલાવી બેઠક, દિલ્હીમાં લેવાશે મોટો નિર્ણય

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રામ મંદિરનો મુદો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે વીએચપીએ રામ મંદિર નિર્માણ કરવાનુંઆદોલન તેજ કરવાના સંકેત આપ્યા છે. રામ મંદિર માટે વીએચપીએ શુક્રવારે 36 જેટલા સંતોની એક બેઠક બોલાવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં રામ મંદિરના નિર્માણ માટે કાર સેવાનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે. જેમા દેશભરમાંથી 30થી 35 સંતો હાજરી આપશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીએસપીએ દેશભરના સંતોને બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ છે. બેઠકમાં રામ મંદિરના નિર્માણ માટે મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠક દિલ્હીમાં મળવાની છે. મહત્વનું છે કે, ગત્ત દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરના નિર્માણ માટે મહત્વનું નિવેદન આપ્યુ હતું. મોહન  ભાગવતે કહ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ અને રામ મંદિરના નિર્માણનો વિરોધ કરવાની તાકાત વિપક્ષી પાર્ટીમાં નથી.

 

 

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV