GSTV
Ahmedabad Trending ગુજરાત

કોર્પોરેશન દ્વારા હિન્દુ વિસ્તારમાં મંદિર તોડી પાડવામાં આવતા VHP લાલઘૂમ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા હિન્દું વિસ્તારમાં મંદિર તોડી પાડવા અને આડેધડ વાહનો ઉપાડવા બાબતે વી.એચ.પી દ્વારા દેખાવો કરવામાં આવ્યા. જેમા કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ કર્યા બાદ મેયરને આવેદન પત્ર આપવમાં આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિકને અડચણરૂપ હોય તેવા દબાણ હટાવવાનો કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે. ત્યારે શહેરમાં આ કામગીરીના ભાગરૂપે વાસણા, સેટેલાઈટ જેવા વિવિધ વિસ્તારમાં નાના મોટા ધાર્મિક સ્થાન દૂર કરવામાં આવ્યા છે.

આ મુદ્દે વીએચપી દ્વારા કોર્પોરેશન ખાતે દેખાવો કરવામાં આવ્યા. મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેઓનો આક્ષેપ હતો કે માત્ર એકજ કોમ્યુનિટીના ધાર્મિક એકમોને નિશાન બનાવવામાં આવે છે. જેટની ટિમ પણ અમુક વિસ્તારમાં જાય છે. એવા વિસ્તાર છે જયાં તેઓ જવાનું ટાળે છે. હિન્દૂ અને રામ મંદિરની વાત કરતી સરકાર ભેદભાવ વાળી નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ પણ લાગવામાં આવ્યો. અગાઉ મેયરના વોર્ડ એવા પાલડીમાં ધાર્મિક એકમ તૂટ્યું ત્યારે પણ વીએચપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. આ અંગે મેયરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

READ ALSO

Related posts

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk

ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો

Zainul Ansari
GSTV