વિવાદિત નિવેદનો કારણે ચર્ચા રહેનારી વિશ્વ હિંદુ પરિષદની નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત ભડકાઉ નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર જેવી બદીઓ નહેરુ પરિવારની દેન છે. વીએચપી નેતા સાધ્વીએ આ પ્રકારનું નિવેદન મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યું છે.

હાલમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત રેપ કેપિટલ તરીકે વિકસિત થઈ રહ્યું છે. રાહુલના આ નિવેદનનો જવાબ આપતાં સાધ્વી પ્રાચીએ વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રાચીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા છે. પ્રાચીએ કહ્યું કે અખિલેશ જ્યારે સત્તામાં હોય છે તો બળાત્કારીઓને બચાવે છે અને વિપક્ષમાં આવતાની સાથે જ ધરણાં પર બેસી જાય છે.

હૈદરાબાદ એન્કાઉન્ટરના વખાણ કર્યા
સાધ્વી પ્રાચીએ હૈદરાબાદ ગૈંગરેપ અને મર્ડરના ચારેય આરોપીઓના એન્કાઉન્ટર પર હૈદરાબાદ પોલીસના વખાણ કર્યા અને કહ્યું કે હૈદરાબાદ પોલીસ પાસેથી સીખ લઈને ઉત્તર પ્રદેશ પોલીસે પણ આવી કાર્યવાહી કરવી જોઈએ. સાધ્વીએ ઉન્નાનકાંડના દોષીઓને કડક સજા કરવાની માંગ કરી છે.
READ ALSO
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ
- મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો
- 70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ
- ગાંધીનગરમાં ઓક્ટોબરમાં યોજાઈ શકે છે ડિફેન્સ એક્સ્પો, 60 દેશો આવશે ગુજરાત
- ભરતી મેળો / ભાજપ ઓબીસી સેલના પ્રમુખ સહિત અનેક નેતાઓ આપમાં જોડાયા, વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો આંચકો